________________
તૃતીય ખંડ
: ૧૮૧ : રીતે સમજપૂર્વક કરવામાં આવે. સદાચરણ [ સચ્ચરિત] એ જ પાયારૂપ ધર્મ છે. એ વિના કેઈ પણ દાર્શનિક માન્યતાઓ અથવા બાહા ક્રિયાકાંડે તારવા સમર્થ નથી એ લક્ષમાં રાખવા રોગ્ય છે.
સમ્પ્રદાય દુનિયામાં રહેવાના છે, તેમને નાશ થવાને નથી અને નાશ થાય એમ ઇચછવાની જરૂર પણ નથી. જે તે સમ્પ્રદાયને માણસ પોતાના સમ્પ્રદાયમાં રહી સન્માર્ગે ચાલી પિતાને ઉદ્ધાર કરી શકે છે. સમ્પ્રદાયમાં રહેવું એ ખોટું નથી, પણ સામ્પ્રદાયિકતા (સામ્પ્રદાયિક સંકુચિતતા) ખોટી છે. પોતાના સમ્પ્રદાય ઉપરના વાહ, કદાગ્રહ કે દુરભિનિવેશને લીધે બીજા સમ્પ્રદાયને ખોટો માનવે કે વડે એ ધર્માધતા વૈયક્તિક અને સામાજિક સ્વાધ્યને ખૂબ બાધાકારક બની જાય છે. પોતાના સમ્પ્રદાયમાં રહીને પણ બહારના વિચારપ્રવાહ માટે પોતાનાં વિચારબુદ્ધિનાં દ્વાર ખુલ્લાં રાખવાં જોઈએ. મધ્યસ્થ બુદ્ધિથી વિચારતાં જે કંઈ વિચારધારા એગ્ય અને જીવનને હિતાવહ જણાય તે ગ્રહણ કરવા ઉદાર બનવું જોઈએ. આપણે એ પણ સમજવું જોઈએ કે કઈ પણ સમ્પ્રદાયને માણસ પિતાના સમ્પ્રદાયમાં રહી બીજાઓ સાથે બધુભાવ અને મિત્રીને કેળવતે રહી સદાચારના વિશદ માગે ચાલે તે એનું કલ્યાણ નિશ્ચિત છે.
(૨) દેવ-ગુરુ-ધર્મ
શરીરમાં રહેલે આત્મા તત્વદષ્ટિએ એના મૂળ સ્વરૂપમાં સત્તાએ પરમાત્મા છે–દેવ છે, પણ કમૅવરણથી આવૃત હેવાને લીધે અશુદ્ધ ભાવમાં વર્તમાન હોવાથી ભવચક્રમાં ભમે છે. એ પિતાની અશુદ્ધતા ટાળી પિતાના સ્વાભાવિક સ્વરૂપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org