________________
તૃતીય ખંડ
૧૮૩: હોય છે ત્યાં તે કજિયાકંટા, વૈર-વિરોધ, છીનાઝપટી, ઊંચનીચભાવ, અહંકારવૃત્તિ વગેરેથી કલુષિત થયેલે સ્વાર્થમય અધકારને માર્ગ ભેદી સ્વાર્થ ત્યાગ, પરોપકાર અને સેવાને માર્ગ પ્રકાશિત કરે છે. આવી દષ્ટિ સદસવિવેક ખિલ્યા વગર પ્રાપ્ત થતી નથી.
વ્યવહાર–સમકિતમાંથી પ્રગતિ કરતે પ્રાણી :નિશ્ચય–સમકિત પ્રાપ્ત કરે છે, જે પ્રાપ્ત થતાં આત્માની દષ્ટિ શુદ્ધ બને છે, અને ત્યારે તેણે ઘણી પ્રગતિ કરેલી હોય છે, અને હવે તેને માટે ધર્મની ઉત્તમ ભૂમિ પર, એટલે કે કલ્યાણસાધનના ઊંચા વિકાસગામી માર્ગે પ્રયાણ કરવું એ જ બાકી રહે છે, કે જેથી
એ ભવિષ્યમાં વીતરાગતા પ્રાપ્ત કરી શકે, એટલે કે પોતે જ દેવ બની શકે.
સમ્યકત્વ'નું વિરોધી “મિથ્યાત્વ” છે. એટલે એ સ્પષ્ટ છે કે મિથ્યાત્વ ખસે ત્યારે જ સમ્યકત્વ પ્રાપ્ત થાય. એટલે મિથ્યાત્વ કેવા પ્રકારનાં હોય છે તે પણ જરા જોઈ લઈએ. (૧) વસ્તુગત મિથ્યાત્વ–
શરીરને જ આત્મા માન, તે બેની વચ્ચે ભિન્નતા ન સ્વીકારવી તે. (૨) દયગત મિથ્યાત્વ
મેક્ષના સ્વરૂપ સંબંધમાં અવળી સમજ, મેક્ષને યા વીતરાગતારૂપ પૂર્ણ પવિગ્યને ધ્યેય ન માનતાં શારીરિક કે ભૌતિક સુખને અન્તિમ સાધ્ય યા જીવનનું સર્વસ્વ માનવું તે. (૩) ધર્મગત મિથ્યાત્વ–
ધ્યેયને પહોંચવાના માર્ગ વિષેની ઉધી સમજણ, દેહસુખ યા ભૌતિક વૈભવ માટે અન્ય પ્રાણીઓનાં સુખ-દુઃખ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org