________________
તૃતીય ખંડ
: ૧૭૯ : અન્ય કઈ સમ્પ્રદાય પ્રમાણે દાર્શનિક માન્યતા ધરાવતા હોય અને ક્રિયાકાંડ કરતે હોય, તે પણ મુક્તિ પામી શકે છે— શરત માત્ર એક જ કે તેમાં વીતરાગતા આવવી જોઈએ. એટલા જ માટે કહ્યું છે–
सेयम्बरो य आसम्बरो य बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा लहई मुक्ख न सन्देहो ।। २ ।।
(સધસપ્તતિ) અથ-વેતામ્બર હોય કે દિગમ્બર હોય, અથવા બૌદ્ધ હોય કે અન્ય કઈ હોય, જે તે સમભાવથી ભાવિત હોય તે અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
જૈનાગમ કૈવલ્યપ્રાપ્તિ માટે કઈ વેવિશેષને નિયત જ કરાવતું નથી. તેને સ્પષ્ટ ઉષ છે કે માણસ ગૃહસ્થ સ્થિતિમાં (ગૃહસ્થર્લિંગે) હોય કે સાધુસંન્યાસીની સ્થિતિમાં (સાધુલિંગે), પુરુષ હોય કે સ્ત્રી, સ્વસમ્પ્રદાયના વેષમાં ____ * " मोक्षप्राप्ति प्रति न वेषप्राधान्यम्, किन्तु समभाव एव નિતિઃ ” (“સઓધસપ્તતિ'ની બીજી ગાથા ઉપરની ગુણવિનય વાચકની ટીકા)
अह भवे पइण्णा उ मोक्खसब्भूअसाहणो । नाणं च दसणं चेव चरित्तं चेव निच्छए ।। ३३ ।।
( ઉત્તરાધ્યયન, ૨૩ મું અધ્યયન ) આ ગાથાની ભાવવિજયજગણિકૃત ટીકામાં ટીકાકાર લખે છે કે–
" ज्ञानाद्येव मुक्तिसाधनम्, न तु लिङ्गम् । श्रूयते हि भरतादीनां लिङ्ग विनापि केवलोत्पत्तिः । इति त-त्वतो लिङ्गस्य अकिञ्चित्करत्वान्न तभेदो विदुषां विप्रत्यय हेतुः।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org