________________
૧૭૮:
જૈન દર્શન પરમાત્મતત્વનું અપમાન કરવા બરાબર છે. જેમ રોગાદિ દુઃખમાં આવી પડેલા અનુકમ્પાને તેમ જ સભાવને પાત્ર છે, તેમ હીન ગણાતી હાલતમાં આવી પડેલા પણ અનુકમ્મા તેમ જ સદ્દભાવને પાત્ર છે.
વૈદિક હિન્દુધર્મમાં પ્રચલિત વર્ણાશ્રમધર્મ, જે સમાજવ્યવસ્થા સારી રીતે ચાલે અને જીવનકલહ તથા અંદર અંદર ઘાતક હરિફાઈ ન પ્રવેશે તેટલા માટે ગુણકર્મના વિભાગના આધારે પ્રરૂપવામાં આવ્યું હતું, તેમાં જ્યારે ઊંચનીચ-ભાવના પિઠી, ગુણકર્મને બદલે જન્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને સત્તાશાલી વર્ગ દલિતવર્ગનું શેષણ કરવા માંડ્યો ત્યારે જિનેન્દ્રદેવે વર્ણના અંગે પાડવામાં આવેલા ભેદને અવગણીને સર્વ મનુષ્ય માટે પછી તે ગમે તે નિમાં જન્મ્ય હાય, જન્મથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર યા ચાંડાલ હોય, પતિત હોય, દુરાચારી હેય, કોઈને પણ માટે કશા પણ ભેદભાવ વગર વિશ્વવ્યાપક પ્રેમ અને અનન્ત કારુણ્યભાવથી ધર્મનાં દ્વાર ખુલ્લાં કરી મૂક્યાં છે. આમ છતાં ધર્મ પામવામાં અથવા ધર્મ પામવાનાં નિમિત્તોને આશ્રય લેવામાં કોઈને પ્રતિબંધ અથવા અડચણ કરવામાં આવે છે તે પરમકારુણિક શ્રી જિનેશ્વરદેવના શાસનના ઉદ્દેશથી વિરુદ્ધ છે. જિનેન્દ્ર ભગવાનના ઉપદેશના શ્રેતાઓ વિષેનું વર્ણન કરતાં હેમચન્દ્રાચાર્ય ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતના પ્રથમ પર્વના ત્રીજા સમાં કહે છે– नियन्त्रणा तत्र नैव विकथा न च काचन ॥ ४७४ ।।
અર્થાત્ જિન ભગવાનની વ્યાખ્યાન-સભામાં કઈ પ્રકારની નિયત્રંણ નથી.
જૈનદર્શન મુજબ કઈ પણ મનુષ્ય, પછી તે ગૃહસ્થ હોય કે સાધુ-સન્યાસી હોય, તેમ જ જૈન સમ્પ્રદાય પ્રમાણે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org