________________
: ૧૭૬ :
જૈન દર્શન
તા અન્તઃકરણ ખિન્ન થવુ જોઇએ-એવુ ખિન્ન થવુ જોઇએ કે ફ્રી એને સપર્ક થવા ન પામે એટલુ એ જાગ્રત રહે.
ખીસ્તુ, જૈન ઉપદેશમાં સ્વચ્છતા, સુઘડતા, શુદ્ધતા અને સમુચિત શૌચનું ફરમાન છે. એઠા-જાડા પ્રત્યે બેદરકારી સેવવામાં ધષ્ટિએ દ્વેષ છે અને આરાગ્યદૃષ્ટિએ હાનિ છે. લાંખે વખત મળ-મૂત્ર રહેવાથી તેમાંથી ફેલાતા રાગમય જંતુના સંક્રમણને લીધે અનેક રાગેા પેદા થાય છે એમ રસાયણુશાસ્ત્ર જણાવે છે; ત્યારે છૂટી જગ્યામાં કોઇને અડચણુકર્તા ન થાય તેમ મળ-મૂત્ર આદિ કરવા બાબતના જૈન ઉપદેશ બહુ પ્રાચીન સમયના છે. ચેાખ્ખાઈ અને સ્વચ્છતા અગત્યની છે, આરાગ્યને હિતકારક છે અને માનસિક ઉલ્લાસમાં સહાયભૂત બને છે.
અંતમાં સર્વ શાસ્રાથના નિષ્ક રૂપે ધ્યાનમાં રાખવું ઘટે કે સત્તન અને સદાચરણ, સંયમ અને સભ્યતા, દયા અને પ્રેમ, સેવા અને પરોપકાર, સત્ય અને વિવેક, ભ્રાતૃભાવ અને મૈત્રીભાવ, સર્હિષ્ણુતા અને નમ્રતા, ગંભીરતા અને ધીરતા, વીરતા અને ક્ષમા, ઉદારતા અને ત્યાગ એ મનુષ્યજીવનની સČશ્રેષ્ઠ સપત્તિ છે. આ સદ્ગુણ્ણાની વિકાસક્રિયામાં મનુષ્યનુ ચારિત્ર સપન્ન થાય છે. એમાં પુરુષાર્થસિદ્ધિ છે. શારીરિક, માનસિક અને આત્મિક ઉત્ક સાધવાના એ સન્માગ છે, એ કલ્યાણમય જીવન છે, એ મેાક્ષ-માગ છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org