________________
[૧૦] તસન્તોષ, દવાધ્યાય, “શ્વરyfજવાના વા' યથામતિ ધ્યાનાર્ વા' વગેરે ધાર્મિક ઉપદેશ પણ પથરાયેલે છે. એ જ રીતે, ધર્મશાસ્ત્ર કે અધ્યાત્મશાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ ગ્રંથ એવા ઘણું છે, જે દાર્શનિક ચર્ચાઓથી ભરેલા હોઈ દાર્શનિકતામિશ્ર કહી શકાય. શ્રી હરિભદ્રસૂરિન “ધમ્મસંગહણિ” ગ્રંથ પોતાના નામથી ધર્મનો સંગ્રહ કરવાનું સૂચવવા છતાં દાર્શનિક ચર્ચાએથી જ અધિકાંશ ભરપૂર છે. એમનું “યોગ બિન્દુ” યોગવિષયક છતાં દાર્શનિક વિચારથી પૂર્ણ છે. વસ્તુતઃ ધાર્મિક અને દાર્શનિક અથવા આધ્યાત્મિક અને દાર્શનિક વિષયે પરસ્પર એટલા ઘનિષ્ઠ સંબંધવાળા છે કે એકના ગ્રંથમાં બીજાનાં વહેણ સહેજપણે કે અનિવાર્યપણે આવી જ જાય.
પ્રસ્તુત પુસ્તકના “જૈનદર્શન” નામમાં જે “ દર્શન” શદ છે તે દાર્શનિક તત્ત્વજ્ઞાનને કહેનારે “દર્શન” શબ્દ નથી. પણ ધર્મસંપ્રદાયને કહેનારે “દર્શન” શબ્દ છે. એટલે એ નામને અર્થ એ થાય કે જૈનધર્મસંપ્રદાયની–એના ધાર્મિક તથા દાર્શનિક વિચારની માહિતી આપનાર.
સમ્યફ પ્રકારે પવિત્ર જ્ઞાનસંપત્તિ કે શુદ્ધ વિચારધારા પ્રદાન કરનાર પરંપરા તે સંપ્રદાય [ સમ + પ્ર + દાય, અર્થાત્ સમ્યક પ્રકારે પ્રદાન કરનાર] કહેવાય છે. આ (સાચા) અર્થમાં સંપ્રદાય દુનિયામાં એક જ હોય એવું માની લેવાનું નથી. અને શુદ્ધ જ્ઞાનમાર્ગ બતાવનારા સંપ્રદાયે જેટલા વધુ જગતને મળે તેટલું વધુ સદ્ભાગ્ય જગત્નું માની શકાય. એકથી વધારે દીવડા સાંપડે તે એટલું વધુ અજવાળું સાંપડે. પરંતુ
જ્યારે સંકીર્ણ દૃષ્ટિ તથા સંકુચિત વૃત્તિ ધરાવનારા સંપ્રદાયે મતાંધતા કે મતાવેશને વશ થઈ રાગદ્વેષના કાલુખ્યના આવેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org