________________
[૧૧] ઘેલા થઈ પરસ્પર લડે છે, લડી પડે છે ત્યારે એ સંપ્રદાય સંપ્રદાય ન રહેતાં સંપ્રદાહ [ સમ+પ્રદાહ અર્થાત્ ખૂબ બળનાર બની જાય છે.
જગમાં કઈ “સંપ્રદાય” ન રહે એનું એટલું દુઃખ નથી, પણ સંપ્રદાહ” હગિજ ન જોઈએ. અને ગંભીરપણે વિચારનાર બેધડક કહી શકશે કે બધા ધર્મ સંપ્રદાયે પાસેથી બીજુ કઈ જ્ઞાન ન મળતાં ફક્ત સત્ય, અહિંસા, મૈત્રી, પાપકાર સંયમના જ-એટલા જ-બોધપાઠે રૂડી રીતે મળે તે ઈહિલૌકિક અને પારલૌકિક સુખમાટે તેમ જ જીવનકલ્યાણ માટે એટલું જ બસ છે. પરંતુ જનતાના બૌદ્ધિક વિકાસ કે જ્ઞાનવિનેદ માટે તેમણે બીજું આપવું હોય તે પરસ્પર ઝગડ્યા વગર સભ્યતાથી, મધ્યસ્થતાથી, ઉચ્ચ વાત્સલ્યભાવથી આપે. અસ્તુ
વૈદિક અને શ્રમણ-સંસ્કૃતિ મહાવીર અને બુદ્ધના જમાનામાં પરસ્પર ખૂબ સંઘર્ષમાં આવી અને એ મહાપુરુષને એમના પ્રખર તપબળે સારે જય અપાવ્યો. મોટાં મોટાં વૈદિક વિદ્વાને કઈ મહાવીરના શાસનમાં જોડાયા, તે કઈ બુદ્ધના શાસનમાં. શ્રમણ સંસ્કૃતિના ધુરંધરમાં મહાવીર અને બુદ્ધ સિવાય પાંચ બીજા પણ હતા, જેમાં, ગોશાલકનું નામ સાહિત્યના પાને વધુ ચડયું છે, જેના નિયતિવાદને [ “ માગ્ય તસ્ માધ્યતિ”- “જે થવાનું છે તે થશે ” એ પ્રકારને] નાદ આજે પણ કેટલાય ભારતવાસીઓનાં હૃદયમાં જામેલે પડ્યો છે.
૪ બાકીના ચારઃ પૂરણકાશ્યપ, અજિતકેશકુંબલી, પદુકાત્યાયન અને સંજયબેલદીપુર, જેમના પન્થ અને ગશાલપન્ય નામશેષ થઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org