________________
દ્વિતીય ખંડ
: ૧૬૭ કયુ દાન મેટું? એને સાદો જવાબ એ કે જે વખતે જેની જરૂરીઆત તેનું દાન મેટુ. જેમકે તરસ્યાને માટે પાણીનું દાન મેટુ, રેગીને માટે ઔષધ-દાન મેટું, ભૂખ્યાને માટે ભેજન-દાન મોટું, વસ્ત્રહીનને માટે વસ્ત્રદાન મેટું નિરક્ષર જન માટે શિક્ષણદાન મેટું, ભયભીત માટે અભયદાન મેટું. જે વખતે જેની જરૂરીઆત પહેલી, તેનું દાન પહેલું કરવાનું.
દાન અર્થાત્ અર્પણ એના કરનારને અને સ્વીકારનારને ઉપકારક થવું જોઈએ. અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ છે કે એ વસ્તુ ઉપરની એની મમતા ટળે અને એ રીતે એને સંતેષ તથા સમભાવ કેળવાય. સ્વીકારનારને ઉપકાર એ છે કે એ વસ્તુથી એની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે એના સગુણે ખિલે.
શક્તિનો ઉપયોગ પૈસો કમાવામાં કરે અને પછી પૈસા દાન કરવા એના કરતાં સીધી શક્તિનું દાન કેવું? સીધી શક્તિનું દાન એટલે નિઃસ્વાર્થ સેવાભાવી જીવન ધારણ કરવું. એ પ્રકારનું જીવન ત્યાગી જીવન બની જાય છે. નીતિના માર્ગે ચાલી. અને શ્રમયુક્ત જીવન જીવી સદ્દવિચારનું અથવા પવિત્ર કે ઉપયોગી જ્ઞાનનું દાન કરવું, બીજાઓને સત્કાર્યપરાયણ થવા યથાશક્તિ પ્રેરક બનવું એ અર્થદાન કરતાં વધી જાય છે. ધન કરતાં વિદ્યા તથા સંસ્કારનું સ્થાન ઘણું ઊંચું છે, જેનું દાન ધનદાન કરતાં ઘણું ચડિયાતું છે. એ શ્રેષ્ઠ દાનને લાભ પહોંચાડવાના કામમાં ઉપયોગી થવામાં જ ધનગની પ્રશસ્યતા છે. આ તારતમ્ય તરફ ધ્યાન આપવું જરૂરનું છે.
સેવાએ દાનની શ્રેષ્ઠ સ્થિતિ છે. મા સર્વભૂતાનાં મૈત્ર * 'The service of the poor is the service of God"
અર્થાત ગરીબ દુઃખીઓની સેવા એ ઈશ્વરની સેવા છે. ભગવતીમાં ભગવાન મહાવીરદેવ પિતાના મુખ્ય શિષ્ય ગૌતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org