________________
જૈન દર્શન
દાન :
દાન ન્યાયપૂત દ્રવ્યનું એગ્ય સ્થળે એગ્ય પાત્રમાં કર્તવ્ય છે. દાન જેટલા પ્રમાણમાં કરવામાં આવે તેટલા પ્રમાણમાં એ ત્યાગ છે. ત્યાગી બની શુદ્ધ પોપકારપરાયણ બનવું એ દાનની પરાકાષ્ઠા છે. ત્યાગી માણસ પિતાના નિર્વાહ માટે જરૂર પૂરતું મેળવી, કંઈ પણ “સંગ્રહ કરવાની બુદ્ધિ વિના પોતાની બધી શક્તિઓ જીવનના ઉચ્ચ આશય પાછળ ખર્ચો -પરહિતના કાર્યમાં મશગૂલ રહે છે. તે ઓછામાં ઓછું સમાજ પાસેથી લઈ વધારેમાં વધારે સમાજને એક યા બીજા રૂપમાં આપે છે. આવે ત્યાગી માણસ જે તેની પાસે નથી હોતું તેનું દાન કરવાની ફરજમાંથી મુક્ત રહે છે. એ પોતાની સાધના અને પિતાની વિકાસ પામતી શક્તિઓને લાભ જ્યારે જનતાને નિર્મલ વાત્સલ્યભાવે આપે જાય છે ત્યારે કેઈ ધનિક-મહાધનિકના અસંખ્ય ધનના દાન કરતાં એ ત્યાગીનું દાન ક્યાંય ચડી જાય છે. મહાવીર, બુદ્ધ અને એવા બીજા તેજસ્વી ત્યાગીએ એવા દાનીઓ છે કે મોટામાં મોટા, ભારેમાં ભારે ધનદાન કરનાર દુનિયાના શ્રી પતિઓ કરતાં કયાંય ઊંચે છે.
સમજુ ધનિક પિતાના ધનનું દાન પ્રાયશ્ચિત્તરૂપે આપે છે. પિતાનું કર્તવ્ય તથા સ્વ-પરકલ્યાણને માર્ગ સમજીને આપે છે. વાહવાહ માટે અપાતું દાન વાહવાહમાં હવા થઈ જાય છે. ધન કે વસ્તુનું દાન થાય છે, તેમ વાણીથી કેઈને સારા માર્ગ બતાવ, સારી સલાહ આપવી, અથવા વાણી દ્વારા કેઈનું ભલું કરવું, હિત સાધી આપવું એ પણ દાન છે. શિષ્ટ-મિષ્ટ વાણી વ્યાપાર એ મિષ્ટ દાન છે. એ જ પ્રમાણે પિતાની જાતથી –પિતાના શરીરથી કેઈનું ભલું કરવું, કેઈના હિતના કામમાં સક્રિય મદદગાર થવું એ પણ દાન છે. આમ દાનધર્મ અનેકા બજાવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org