________________
દ્વિતીય ખંડ
: ૧૬૫ : સ્વયમેવ હોલવાઈ જાય છે, તેમ મન ઉપર્યુક્ત કમ એક અણુ ઉપર પૂર્ણ સ્થિરતાને પ્રાપ્ત થતાં તેનું ચાંચલ્ય સર્વથા દૂર થઈ પૂર્ણ શાન્ત બની જાય છે, જેના પરિણામે મેહાવરણને સંગ સર્વથા છૂટી જતાં સમગ્ર જ્ઞાન-દર્શનાવરણ અને સમગ્ર અંતરાય હટી જાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. આમ સુફલધ્યાનના બીજા ભેદના બળે કેવળજ્ઞાન (સાર્વર્ય) પ્રગટે છે. કેવલી ભગવાન પોતાના મૃત્યુ સમયે યેગનિરોધના કાર્યક્રમમાં જ્યારે સૂક્ષ્મ શરીરાગને આશ્રય લઈ વચન અને મનના સૂક્ષ્મ યેગને નિરોધ કરે છે ત્યારે તે અવસ્થાને સૂક્ષ્મક્રિય” ધ્યાન કહેવામાં આવે છે. આ અવસ્થા કંઈ ધ્યાન(ચિતન)રૂપ નથી, એટલે એ અવસ્થાને જે ધ્યાન” કહેવામાં આવે છે તે રૂઢિ છે. એને અંગે એમ કહેવામાં આવે છે કે મનનું ઑર્ય જેમ “ધ્યાન” કહેવાય તેમ શરીરનું સ્થય પણ “ધ્યાન” કહી શકાય. એ અવસ્થામાં શ્વાસે છૂવાસ જેવી સૂક્ષ્મ જ શરીરક્રિયા બાકી રહેલી હોવાથી એ “સૂમક્રિય” કહેવાય છે. એટલી પણ ક્રિયા તરત જ અટકી જાય છે અને આત્મપ્રદેશનું સંપૂર્ણ નિષ્કમ્યપણું પ્રાપ્ત થાય છે ત્યારે એ અવસ્થાને “સમુચ્છિન્નક્રિય” ધ્યાન કહેવામાં આવે છે. આ ક્ષણિક અવસ્થામાં એ પરમ આત્મા દેહમુક્ત થઈ ઊર્ધ્વ જાતે ક્ષણમાત્રમાં લેકની ટોચે પહોંચે છે અને ત્યાં સ્થિર થાય છે.
ધ્યાનનું વિવેચન પૂરું થયું અને તેની સાથે તપનું વિવેચન પૂરું થયું. હવે
x બીજું શુકલધ્યાન અગ્યારમા ગુણસ્થાનમાં હોય છે તેના કરતાં બારમા ગુણસ્થાનનુ ફલધ્યાન અત્યંત વધારે પ્રખર હોય છે; કહો કે બારમા ગુણસ્થાનમાં શુકલધ્યાન(મનઃસ્વૈર્યરૂપ)ની પૂર્ણતા હોય છે. એટલે જ એ કેવળજ્ઞાનને તત્કાળ પ્રગટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org