________________
દ્વિતીય ખંડ
: ૧૬૩ : વિપાક વિષેના ચિંતનમાં મનોવેગ આપે તે “વિપાકવિચય ધર્મધ્યાન. લેકના સ્વરૂપને વિચાર કરવામાં મનગ આપ તે “લેકસંસ્થાનવિચય” ધર્મધ્યાન. શુકલધ્યાન :
આ બહુ ઊંચી ભૂમિકાનું–મેહનીય કમની પ્રશાંત અથવા ક્ષીણ થતી અવસ્થાનું અતિસૂક્ષ્મ ધ્યાન છે, જેના સ્વરૂપને ખ્યાલ વાંચી કે સાંભળી લેવા ઉપરથી આવ કઠિન છે. ધ્યાતા જ્યારે પરમાણુ આદિ જડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તવ, અમૂર્તવ આદિ અનેક પર્યાનું વિવિધ દષ્ટિબિન્દુ વડે ભેદપ્રધાન ચિંતન કરે અને એક “ગ” ઉપરથી બીજા “ગ” ઉપર અથવા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જઈ ચિંતનપરાયણ
* શુક્લધ્યાનના સંબંધમાં આચાર્ય હેમચન્દ્ર યેગશાસ્ત્રના ૧૧માં પ્રકાશના ત્રીજા ક્ષેકની વૃત્તિમાં–
જે પ્રથમ સંહનનવાળાને શુક્લધ્યાનનો અધિકાર છે, તે આજના સેવાર્તા સંહનનવાળાઓને શુક્લધ્યાનને ઉપદેશ શા માટે કરે છે?
આ પ્રશ્ન કરી પોતે તેનું સમાધાન કરતાં જણાવે છે કે
યાપિ વર્તમાન યુગવાળાઓને શુકલધ્યાનને અધિકાર નથી, તો પણ સંપ્રદાય (એ વિષયને જ્ઞાનસંપ્રદાય) તૂટવા ન પામે એ માટે એને ઉપદેશ કરવામાં આવે છે.
ગશાસ્ત્રને સમાપ્ત કરતાં આચાર્ય મહારાજमोक्षोऽस्तु माऽस्तु यदि वा परमानन्दस्तु वेद्यते स खलु । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किञ्चिदिव ।। આ (છેલ્લા–બારમાં પ્રકાશના ૫૧મા) શ્લેકથી જણાવે છે કે –
મોક્ષ હે યા ન હ, પણ (ચિત્તની સ્થિર દશામાં) એ પરમાનંદનું સંવેદન થાય છે કે જેની આગળ સમગ્ર સુખો જાણે કંઈ નથી એમ ભાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org