________________
દ્વિતીય ખંડ
: ૧૬૧ 1 આમાં વિનય જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય એમ ચાર પ્રકાર છે. જ્ઞાન મેળવવું, તેને અભ્યાસ ચાલુ રાખે એ જ્ઞાનને ખરે વિનય છે. તત્ત્વની યથાર્થ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શનથી ચલિત ન થવું, તેમાં આવતી શંકાઓનું યથાશક્તિ સંશોધન કરી નિઃશંકપણું કેળવવું તે દર્શનવિનય. ચારિત્રમાં ચિત્તનું સમાધાન રાખવું તે ચારિત્રવિનય, કોઈ પણ સગુણ વડે જે પિતાથી શ્રેષ્ઠ હોય તેને યેગ્ય વિનય કર–તેના પ્રત્યે યેગ્ય વ્યવહાર સાચવ તે ઉપચાર વિનય, વિનય ગર્વને તથા અન્ય પ્રત્યે તિરસ્કારવૃત્તિને ત્યાગ સૂચવે છે. ઊંચા કે નીચ ગણુતા પ્રત્યે પણ મૈત્રીપૂત સભ્યતા જાળવીને વર્તવું એ ધર્મશાસ્ત્રને સદુપદેશ યાદ રાખવું ઘટે. ધ્યાન :
મનની એકાગ્રતાનું નામ ધ્યાન છે. આd, રૌદ્ર, ધર્યું, શુકલ એમ ધ્યાનને ચાર ભેદ છે. એમાં ધર્યું અને શુકલ ધ્યાન કલ્યાણકારક અને મેક્ષસાધક હોઈ તપના ભેદરૂપ છે. આર્જા અને રૌદ્ર ધ્યાન દુર્થાન છે, દગતિકારક છે અને તેથી ત્યાજ્ય છે. એ ચારે ધ્યાનને ટૂંકમાં જોઈએ.
આર્તધ્યાન દુખિયારાચિન્તનરૂપ છે. અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેગ માટે જે સતત ચિંતા તે પહેલું આર્તધ્યાન. બીમારી-દુઃખ આવતાં તેને દૂર કરવાની વ્યગ્રતાભરી ચિંતા-સતત ચિતા તે બીજું આર્તધ્યાન. પ્રિય વસ્તુને વિયેગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય તે ત્રીજું આર્તધ્યાન. નહિ પ્રાપ્ત થયેલ ભેગની પ્રાપ્તિ માટે સંકલ્પ કરે કે સતત ચિંતા કરવી તે ચે. શું આ ધ્યાન. અતિ એટલે પીડા યા દુઃખ, તત્સંબંધી ધ્યાન તે આર્તધ્યાન. દુઃખનાં રેણુમાં ગ્રસ્ત થવું એ આધ્યાન. દુઃખની ઉત્પત્તિનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org