________________
: ૧૬૦ :
જૈન દર્શન કાયલેશ માત્ર કાયાને દુઃખ ઉત્પન્ન કરવા ખાતર અથવા બીજા પર પ્રભાવ પાડવા ખાતર, બીજાને કાવવા ખાતર કે બીજાની દયાને ઉકેરી કંઈક મેળવવા ખાતર કરવામાં આવે, અથવા એ બીજાની ઉપર ખોટી સખ્તાઈરૂપ હોય તે તે અજ્ઞાન તપ છે. જેટલે અંશે તે મનશદ્ધિ કરવામાં, એટલે કે આસક્તિ દેષ અને કષાયવિકારને દૂર કરવામાં ઉપકારક થાય તેટલે અંશે તે સાર્થક બને છે. અતઃ અમુક કાયક્લેશ સહવામાં જીવનશુદ્ધિ કે આત્મહિતને લાભ થ સંભવ છે કે કેમ એ વિચારવું જરૂરી છે.
[ આમ બાહ્ય તપના છ ભેદ બતાવ્યા છે. ] આભ્યન્તર તપ :
હેમચન્દ્રાચાર્ય યેગશાસ્ત્રના ચેથા પ્રકાશના ૯૧ મા લેકની વૃત્તિમાં કહે છે –
“નિરાકરને વાહજેટમાચ્છતાં ત”
અર્થાત્ નિર્ધાર કરવા માટે બાહ્ય તપ કરતાં આભ્યન્તર તપ શ્રેષ્ઠ છે.
૧ લીધેલ બતમાં થયેલ પ્રમાદજનિત દોષનું જેના વડે ધન કરી શકાય તે પ્રાયશ્ચિત્ત. ૨ જ્ઞાન આદિ સદ્ગુણે વિષે બહુમાન રાખવું તે વિનય. ૩ સાધને પૂરાં પાડીને કે પિતાની જાતને કામમાં લાવીને સેવા-સુશ્રુષા કરવી તે વૈયાવૃન્ય. ૪ જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારનો અભ્યાસ કરે તે સ્વાધ્યાય. ૫ અહંન્દુ અને મમત્વને ત્યાગ કરે તે વ્યુત્સર્ગ. ૬ ચિત્તના વિક્ષેપ દૂર કરી એની એકાગ્રતા સાધવી તે ધ્યાન.
[ આમ આભ્યન્તર તપના છ ભેદો ગણાવ્યા છે.]
* જૈન ધર્મ બીજાની સેવા કરવી એને પણ તપ માને છે અને તપના વિશિષ્ટ ભેદોની યાદીમાં એને મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org