________________
દ્વિતીય ખંડ
: ૧૫૯ ઃ વાસનાઓને ક્ષીણ કરવા માટે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા સારુ શરીર, ઇન્દ્રિય અને મનને જે જે “તાપણી’માં તપાવાય છે તે તે બધું તપ છે, અને એ વાત સારી પેઠે કહેવાઈ ગઈ છે કે બાહ્યતાનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપયોગી થવાની દષ્ટિએ જ મનાયેલું છે, અર્થાત્ બાહ્યતા આત્યંતર તપે પહોંચવામાં સહારારૂપ બન જોઈએ એમ શાસ્ત્રકારેને ઉપદેશ છે. આ બાહ્ય અને આત્યંતર તપના વગીકરણમાં સમગ્ર સ્કૂલ અને સૂક્ષમ ધાર્મિક નિયમને સમાવેશ થઈ જાય છે. બાહ્યતમ ઃ
(૧) અશનને ત્યાગ અર્થાત્ ઉપવાસ એ અનશન (૨) પિતાની ક્ષુધા માગે તે કરતાં ઓછો આહાર લે એ અવમૌદર્ય (ઊણદરી). (૩) વિવિધ વસ્તુઓની લાલચ ટુંકાવવી તે વૃત્તિસંક્ષેપ. (૪) ઘી, દૂધ, મધ, માખણ વગેરે રસને તથા દારૂ જેવા હાનિકારક રસને ત્યાગ કરે તે રસત્યાગ. રસત્યાગ પાછળ રસસ્વાદ-રસલુપતા પર જય મેળવવાને ઉદ્દેશ છે. રસલુબ્ધ ન થવાય, રસના આસ્વાદમાં ખેરાકનું પ્રમાણ અવ્યવસ્થિત ન થવા પામે તેમ જ રસ વગર ચલાવી શકાય એવે અભ્યાસ પાડી શકાય એ હેતુ પણ રસત્યાગની પાછળ રહેલે છે. એથી દારૂ તે ત્યાજ્ય જ છે, પણ ઘી-દૂધ જેવા શરીરને પિષક નિર્દોષ પદાર્થો પણ પિતાની જીવન–ચર્યાને સારી અને વિકસિત બનાવવાના હેતુએ પ્રમાણસર લેવાય એટલા પૂરતા જ હિતાવહ છે. (૫) બાધા વિનાના એકાંત સ્થાનમાં ( આત્મલાભ માટે) વસવું તે વિવિક્તશય્યાસન સંલીનતા. (૬) ટાઢમાં, તડકામાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું તે કાયક્લેશ.
ક્યારેક કે શારીરિક કષ્ટ આવી પડે તે વખતે માણસ એને સહન કરી શકે, સમભાવ રાખી શકે એ માટે આ તપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org