________________
: ૧૫૮ :
જૈન દર્શન
कायो न केवलमयं परितापनीयो मिष्टै रसैबहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन
वश्यानि येन च तदाचरित जिनानाम् ।। અર્થાત્ આ શરીર કેવળ તપાવી નાખવા માટે પણ નથી, તેમજ નાનાવિધ મીઠા રસથી બહલાવવા કે પંપાળવા માટે પણ નથી; કિન્તુ મન અને ઈન્દ્રિયે બેટે માર્ગે ન જાય અને કાબૂમાં રહે એ રીતે વર્તવાનું છે.
આ જિનભક્ત શ્લેકકાર ખરેખર બંને છેડાઓની વચ્ચે (મધ્યમ) માર્ગ લેવાનું કહે છે.
ભગવદ્દગીતા જીવનનું વ્યાપક છેરણ બતાવતાં કહે છે – युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।। ગુજariાવવો હ્ય યોનો મવતિ દુ: || -૬૭ |
અર્થાત–જેના આહાર-વિહાર, જેના ઉદ્યોગ કે શ્રમ-કાર્ય અને જેનું ઊંઘવું તથા જાગવું નિયમિત અથવા પ્રમાણસર છે તેને દુખવિનાશક યંગ સાંપડે છે.
સારાંશ એ કે રોગનિવારણ માટે, અભ્યાસ માટે કે જેથી ભવિષ્યમાં વખત ઉપર સેવાનું કે કષ્ટ સહનનું કાર્ય બજાવી શકાય, અથવા આપણા ઉપર જેને સદૂભાવ હોય તેણે દુશ્ચરિત કર્યું હોય તે તેના નિવારણ માટે, પરહિત (સેવાકાર્ય) માટે, વિદ્યાભ્યાસ, પઠન-પાઠન, વાચન-લેખન કે ચિંતન સારું કુરસદ મેળવવા માટે અથવા ચિત્તશુદ્ધિના કાર્ય માટે આવા શુભ હેતુઓ માટે બાહ્યતપ કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org