________________
દ્વિતીય ખંડ
* ૧પ૭ :
અંતરંગ તપ વિના બાપનું મૂલ્ય નથી. મુખ્ય તપસીધે અને શ્રેષ્ઠ તપ આત્યંતર તપ છે, અને બાહ્ય તપ જેટલે અંશે અનુકૂળ થાય, જેટલે દરજજે ઉપકારક થાય એટલે અશે, તેટલે દરજજે તે સાર્થક છે. પરંતુ ચિત્તશે ધન, જીવનવિકાસ અથવા આરોગ્યલાભ કશામાં જે ઉપયોગી ન થાય તે અજ્ઞાન નિરર્થક તપ છે.
બાહ્યતપ કરનારે બીજા ઉપર બેજારૂપ પણ થવું ન ઘટે.
પ્રસંગતઃ એ યાદ લાવવું ઉપયોગી છે કે આરોગ્ય માટે, પેટમાં પડેલો ખોરાક પચીને શરીરમાં આમેજ થાય એ જરૂરનું છે. પાચન-શક્તિને નાશ થતાં સર્વ પ્રમાણે નાશના પંથે વળે છે અને શરીરમાં અનેક પ્રકારના રોગે ઉદ્ભવવા માંડે છે. રોગ માણસના મન ઉપર ખરાબ અસર ઉપજાવે છે અને આત્મધ્યાનમાં કે ધર્મસાધનમાં નડતરરૂપ બને છે. માટે શરીર નીરોગી રહે એ પહેલી જરૂર છે. અતઃ બાહ્યતા એવી રીતે ન કર જોઈએ કે જેથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય અને ઇન્દ્રિ (જ્ઞાનેન્દ્રિયે તથા કર્મેન્દ્રિય) કાર્યક્ષમ ન રહે.
ઉપાધ્યાય યશવિજયજી પિતાના “જ્ઞાનસાર' અષ્ટકના તપsષ્ટકમાં કહે છે કે–
तदेवं हि तपः कार्य दुनि यत्र नो भवेत् ।
येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ।। અર્થાત–તપ એ કરવાને છે કે જેમાં દુધ્ધન ન થાય, મન-વચન-કાયાનાં બળ વિણસે નહિ અને ઇન્દ્રિમાં ક્ષીણતા આવે નહિ.
આ બાબતમાં નીચેને લેક સ્પષ્ટ માર્ગદર્શન કરાવે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org