________________
જૈન દર્શન ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા તેમના આગલા ભામાં કરેલાં દુષ્કૃત્યના પરિણામે તેમના ચિત્તમાં પડેલા સંસ્કાદો (કર્મ )ને પ્રાયશ્ચિત્તરૂપે પકડી પકડીને તેમને નાશ કરવા માટે હતી, તેમ જ યજ્ઞમાં તથા ખોરાક માટે તે સમયમાં થતી અતિપ્રચુર પશુહિંસા પ્રત્યે લેકહૃદયમાં પુણ્ય પ્રકોપ સળગાવી હિંસાના સ્થાને અહિંસાની પ્રતિષ્ઠા કરી તેને પ્રચાર કરવાની પ્રખર ભાવના એ પરમ કારુણિક પુરુષમાં જે રમી રહેલી તેને મૂર્તરૂપ આપવા માટે પણ હતી. તે વખતમાં થતી લડાઈઓમાં પરાજિત રાજ્યનાં સ્ત્રી-પુરુષને કેદી તરીકે પકડી લાવી તેમને ગુલામ તરીકે વેચવા-ખરીદવાની જે પ્રથા ચાલતી હતી તે પ્રથા પ્રત્યે લેકેમાં ધૃણા ઉત્પન્ન થાય અને તે પ્રથા નાબૂદ કરવા તેઓ પ્રવૃત્ત થાય એવી એવી લેકહિતાવહ પુણ્ય ભાવના પણ એ કલ્યાણમૂતિ પુરુષના તપની આસપાસ પથરાયેલી સંભવે છે. એ પુરુષના પૂર્વજોનાં જીવનચરિતના અવલોકન પરથી આ કલ્પનાઓ ફુરી શકે છે. સંન્યસ્ત મહાવીર કે જે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં ચતુર્નાનના ધારક હતા અને જેમની તે જમાનામાં ( અન્ય સભ્યદાની વિશાળ જનતામાં તેમ જ તે લેકેના લેકમાન્ય ધર્મનાયકેમાં) દીર્ઘ તપસ્વી તરીકેની વ્યાપક
ખ્યાતિ પ્રસરી હતી, તેઓ પિતાની દીર્ઘ તપસ્યા માત્ર કાયાને કષ્ટ આપવા ખાતર કરે એ માની શકાય તેમ નથી, પણ એ મહાન વિશ્વબંધુની મહાન તપશ્ચર્યા પાછળ વિશાળ કલ્યાણ સાધનાનું વિશાળ દૃષ્ટિ-બિન્દુ હતું, એમ તેમના જીવનચરિતના અધ્યયન પરથી પ્રગટ થાય છે. મહાવીરદેવને ભીષણ “અભિગ્રહ અને તેની સાથે “ચંદનબાળા”ની ગુલામીમાંથી મુક્તિની વિશિષ્ટ ઘટનાને સંબંધ મહાવીરના વ્યાપક તેજસ્વી તપનો ખ્યાલ લાવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org