________________
જૈન દર્શન
: ૧૫૪ :
યેાગ, ધ્યાન, ચિત્તશુદ્ધિ કે ઇન્દ્રિયસયમના ઇરાદે અશનને ત્યાગ કરવામાં આવે, અન્તર્મુખ બનવાના કે આત્મશાન્તિ મેળવવાના હેતુએ, સચ્ચિન્તન કે સ્વાધ્યાય અથવા કોઈ ખીજા સત્કાર્યોં યા કલ્યાણુલાભ માટે અશન( ખાનપાન )ની ઉપાધિને વેગળી કરવામાં આવે તે એ અનશન શ્રેયસ્કર તપ છે. જે સજ્જનાએ વિદ્યાવ્યાસંગમાં નિરત રહી પ્રશસ્ય શાસ્ત્રની રચના કરી છે તેઓને વિદ્યાવ્યાસંગ, શાસ્ત્રસ્વાધ્યાય અને ગ્રંથનિર્માણ કા એ બધુ શ્રેષ્ઠ તપ છે. એકાદ મહાન્ કાર્ય હાથમાં લઈ તે પાર પાડવાને માટે પ્રથમ વિચારણા કરવી, સાધન અને સહાય ભેગાં કરવાં, કામની ચેાજના ગેાવીને તેને અમલ કરવા અને એ બધુ કરતાં કરતાં ભૂખ, તરસ, થાક, મહેનત, કષ્ટ મધું વીસરી જઇ એકાગ્રતાથી કામની પાછળ મડવું એ સમગ્ર વ્યાપાર અને વ્યહાર તપ છે. લેાકેાને માટે પાણી વગેરે પૂરાં પાડવાના નિષ્ઠાપૂત પ્રયાસ તપ છે. આમ આત્મશેાધનપ્રયાસ કે પવિત્ર કાર્ય લગની એ તપ છે. પરોપકારવૃત્તિ તપ છે. સત્યવાદીના સત્યવાદ, બ્રહ્મચારીનુ બ્રહ્મચર્ય, સેવકની સેવા, યેગીના યાગ. ધ્યાનીનું ધ્યાન, ભક્તની ભક્તિ, વિદ્યાર્થીના વિદ્યાભ્યાસ, વિદ્વાન્ના વિદ્યાવ્યાસંગ, અધ્યાપકની અધ્યાપકતા, ઉપદેશકની ઉપદેશકતા, લાકહિતૈષીની લાકહિતસાધના એ બધું નિષ્ઠાપૂત હેતાં તપ છે. એટલુ જ નહિ પ્રામાણિકતાપૂર્વક સ્વકર્મનિષ્ઠા એ પણ તપ છે. તપનું સૌન્દય એની પાછળ વિશિષ્ટ પ્રકારના ઉલ્લાસ અને આનંદ હાવામાં છે.
રીતસર કરાતા પ્રમાણેાચિત ઉપવાસ શારીરિક આરોગ્ય માટે ફાયદાકારક છે, અને સુજ્ઞબુદ્ધિ માણસને એના આધ્યાત્મિક લાભના ( માનસિક વિશેાધનના ) કામમાં પશુ ઉપયેગી થઈ શકે છે. એથી સહિષ્ણુતા કેળવાય છે. ‘“ ઉપવાસ ” શબ્દમાં
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org