________________
દ્વિતીય ખંડ
: ૧૫૧ : પિતા, વિદ્યાગુરુ, જ્ઞાતિ-કુટુંબમાંના વડીલે, શ્રતશીલવૃદ્ધો અને ધર્મપ્રકાશક સંતે એ ગુરુઓ છે.
આ ગુરુએ તરફ એગ્ય રીતે વિનયશીલ રહેવું અને તેમને ઉચિત સહાયતા પહોંચાડવી એ ગુરુ-ઉપાસ્તિ છે. એ દ્વારા તેમની પાસેથી જીવન ખીલે એવા જ્ઞાનસંસ્કાર મેળવવા ઉદ્યત રહેવું જોઈએ. માતાપિતાનું ગુરુત્વ અગ્રકોટીનું હેય માતાfપત્રો પૂન: (માતાપિતાના પૂજક) પ્રથમ બનવાનું શાસ્ત્ર ફરમાવે છે.
સ્વાધ્યાય :
સ્વ” અને “અધ્યાય” એ બે શબ્દોના સમાસથી સ્વાધ્યાય” શબ્દ બને છે, જેનો અર્થ સ્વનું-આત્માનુંપિતાના જીવનનું અધ્યયન થાય છે. જીવનપ્રેરક સદુપદેશનું વાચન-શ્રવણ-વિચારણું તે સ્વાધ્યાય, જે ચિત્તને સ્વસ્થ રાખવામાં ઉપયોગી થઈ પડે છે અને યત્ર-તત્ર ભ્રમણશીલ મનને “ અંતર”માં ડોકિયું કરવા પ્રેરે છે. પરિણામે પ્રગતિ અને પ્રકાશને માર્ગ સરળ બનવા પામે છે. સ્વાધ્યાય એ તપ છે, જેને તપના (ઊંચી કક્ષાના તપના) ભેદોમાં એક
१ तद् विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।। उपदेक्ष्यन्ति ते ज्ञान ज्ञानिनस्त-त्वदर्शिनः ॥ ३४ ।,
(ભાગવદ્ગીતા, અધ્યાય ચોથો) અર્થાત જ્ઞાની સદ્ગરને પ્રણામ કરી, પૂછી અને એની સેવા કરી જ્ઞાન મેળવ. તત્ત્વદ્રષ્ટા જ્ઞાનીઓ ત્યારે તને જ્ઞાનને ઉપદેશ કરશે.
૨ “માતૃદેવો ભવવિવૃવો મા ” ( તૈત્તિરીય ઉપનિષદ્ ) ૨ વાધ્યાયાન્ન અમાવત '(તૈત્તિરીય ઉપનિષદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org