________________
દ્વિતીય ખંડ
: ૧૪૯ : વીતરાગતત્વને અંતિમ ધ્યેય તરીકે સ્વીકારવાની જરૂર એટલા માટે છે કે વીતરાગ પરમાત્માના સ્મરણમાં સતત નિરત રહેનાર યેગી વીતરાગતાને પ્રાપ્ત કરે છે, જ્યારે સરાગ વ્યક્તિને અંતિમ ધ્યેય તરીકે સ્વીકારી તેનું ધ્યાન કરનાર સાગતાને પોષે છે, અને એથી પિતાના ભવબંધનને વધુ સખ્ત બનાવે છે.
એ ખરી વાત છે કે વીતરાગતાએ પહોંચવાની લાંબી મજલમાં કેટલાંક સાધનની જરૂર પડે છે અને તેમને અવાર સાધ્ય તરીકે વચમાં વચમાં સ્વીકારવાની અને ન્યાયમાગે પ્રાપ્ત કરવાની આવશ્યકતા રહે છે, કે જેથી “મુસાફરી” સરળ થાય; પરંતુ તે સાધન તરીકે, નહિ કે અંતિમ સાધ્ય તરીકે. જે માણસ વીતરાગતાને અંતિમ આદર્શ ચૂકી જાય અને જેને માત્ર સાધન તરીકે ઉપગ છે તેને અંતિમ સાધ્ય તરીકે પ્રતિષ્ઠિત કરી તેની પાછળ લાગે તે તેવું કરનાર માણસ મુએ જ પડ્યો છે. તેને કઈ રીતે વિસ્તાર નથી, પછી તે ગમે તેટલા ધમપછાડા કરે કે ગમે તેટલું દ્રવ્ય ખર્ચી નાખે.
ભાવપૂજા બુરી પ્રકૃતિ, ખરાબ સ્વભાવ અને ખરાબ આદત કે અપલક્ષણેને ખસેડી આત્મવિકાસરૂપ સદ્દગુણને પિતાના જીવનમાં – જીવનવ્યવહારમાં – આચરણમાં પ્રગટાવવાની ભાવના કેળવવામાં છે. ભાવને વિકસાવી સદાચરણી થવા તરફ પ્રેરે એ જ ભાવપૂજાને ખરે મુદ્દો છે અને એમાં જ એનું સાફલ્ય છે.
* દરેક સાધ્ય ક્રમે ક્રમે સાધનગ મુજબ સધાય છે. વસ્ત્ર તૈયાર કરવામાં રૂ, સૂતર વગેરે અવતર કાર્યો કેટલાંય સધાય છે, ત્યારે (સાધનગના ક્રમ મુજબ ) વસ્ત્ર તૈયાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org