________________
: ૧૪૮:
જૈન દર્શન
શકતી નથી. પ્રત્યપૂજા પ્રભુના પ્રતીકની થઈ શકે છે, પણ ભાવપૂજા તે મૂર્તિ જેનું પ્રતીક છે તે પ્રભુની થઈ શકે. ભાવને સંબંધ પ્રભુના ગુણે સાથે હોય છે. દ્રવ્યપૂજા થડા વખતમાં પતી જાય છે, જ્યારે ભાવપૂજા-પ્રભુગુણભક્તિ-ભગવદ્ગુણપ્રણિધાન માટે સ્થળ કે સમયની કશી મર્યાદા હતી નથી, તેને તે ગમે તે સ્થળે અને ગમે તે સમયે લાભ લઈ શકાય છે. લૌકિક કાર્યવ્યવહાર કરતી વખતે પણ ભક્તના દિલ પર ભક્તિરસ રમત હોય છે, એ વખતે પણ એ એ પ્રકારના રસોલ્લાસરૂપે ભગવાનની ભાવપૂજા કરતે હોય છે. દુન્યવી કામધંધા કરતી વખતે પણ જેની નીતિમત્તા અને સત્યનિષ્ઠા અબાધિતપણે વર્યા કરે છે તે તે વખતે પણ તે સદ્ગુણોના રૂપમાં ભગવપૂજા કરી રહ્યો છે. ભક્તિરસ સ્મૃતિ પર સદા પથરાયેલું રહે અને એના ફલસ્વરૂપ જીવનનું પવિત્ર્ય નિરંતર જવલંત રહે એ જ સાચા ભક્તની સ્થિતિ હોય છે.
ભગવદ્ભક્ત મનુષ્ય, કર્મરૂપી પહાડને ભેદી નાખનાર, વિશ્વતના જ્ઞાતા, પરમતત્વના પ્રકાશક અને મોક્ષમાર્ગે દોરનાર એવા વીતરાગદેવને એમના [એમના જેવા ] ગુણો પ્રાપ્ત થાય [ પિતાના આત્મામાં પ્રગટ થાય ] એ માટે વંદન કરે છે. વળી જ્યાં સુધી એવી [ વિતરાગતાની પૂર્ણ ઉજજવલ] સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે એવી યાચના-પ્રાર્થના કરતે રહેશે કે “ભવે ભવે સદા સતત વીતરાગદેવમાં–એ પ્રભુના સદ્ગુણમાં મારી ભક્તિ રહે, કે જેથી હું કઈ પણ વખતે દુર્ગુણેમાં સરકી ન જાઉં.” કારણ કે ત્રણે જગમાં અને ત્રણે કાળમાં ભવભ્રમણથી અથવા દુઃખચક્રથી રક્ષણ કરનાર કે હોય તે એકમાત્ર વીતરાગ દેવનું, એની વીતરાગતાનું આલંબન જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org