________________
: ૧૪૨ :
જૈન દર્શન થયેલી ચીજ-વસ્તુઓ ભેગવવી પણ નહિ જોઈએ. જે તેવી વસ્તુને ઉપભેગ કરીએ છતાં તે વસ્તુવાળા ધંધા આપણે પત કરતા કે કરાવતા નથી, એટલા કારણસર આપણે દેષમુક્ત રહીએ છીએ એમ માનવામાં આત્મઠગાઈ રહેલી છે. માંસ ખાનાર માણસ એવી દલીલ કરે કે જે પ્રાણીનું માંસ મેં ખાધું છે તે પ્રાણને મેં માયું નથી કે મરાવ્યું નથી, તેથી પ્રાણિવધને દોષ મને લાગતું નથી, તે એ દલીલ કઈ વાજબી માનશે નહિ. તે પોતાની દલીલને પુષ્ટ કરતાં જે એમ કહેવા લાગે કે માંસ સચિત્ત હશે તે તેની સચિત્તતાને દોષ મને લાગશે પણ પ્રાણિવધનું પાપ મને લાગી શકશે નહિ; અને જે તે કદાચ અચિત્ત હશે તે સચિત્તતાને દેષ પણ લાગી શકવાને નહિ. તે એ જાતનું તેનું પિતાની દલીલનું સમર્થન કંઈ કામ લાગે તેમ નથી. તેને પ્રાણિવધનું પાપ લાગવાનું જ. આચાર્ચ હેમચન્દ્ર (ગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના વીશમા કલેકમાં) કહે છે કે પ્રાણીને ઘાતક તે ઘાતક છે જ, પણ પ્રાણીનું માંસ વેચનાર, ખરીદનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા લેકે પણ ઘાતક છે. આગળ ૨૩ મા લેકમાં “ર વધો મક્ષ વિના" એ શબદોથી એ જ વાતને પુષ્ટ કરતાં તેઓ કહે છે કે ખાનાર હોય તે વધક (ઘાતક) હોય છે, ખાનાર ન હોય તે વધક હેય નહિ, માટે ખરો ઘાતક ખાનાર છે. હેમચન્દ્રાથર્યના આ શબ્દો ધ્યાન ખેંચે એવા છે.
જે મારે મિલમાં ઉત્પન્ન થયેલાં વસ્ત્રો પહેરવાં હોય, જે મારે પથહિંસાથી બનેલાં ચામડાની ચીજ-વસ્તુઓ વાપરવી * તે શ્લેક આ છે
हन्ता पलस्य विक्रेता संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च धातका एव यन्मनुः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org