________________
દ્વિતીય ખંડ
: ૧૪૧ જમીનમાં દાણું રે છે તે એ માટે કે તેમાંથી ઘણા દાણ પાકી સમાજની વ્યક્તિએ જીવિત રહી શકે. જો જરૂર કરતાં ઉત્પાદન ઘટી જાય અથવા કય-વિક્રયના ધંધા બંધ પડે તે સમાજ મોટી આફતમાં મુકાઈ જાય.
પરિગ્રહ પરિમાણનું વ્રત લેવાને ઉદ્દેશ પરિગ્રહનું પરિમાણુ અર્થાત્ મર્યાદા બાંધવાનો છે. પરિગ્રહ વધારવામાં અથવા સંગ્રહવૃત્તિને અમર્યાદ બનાવવામાં તેને ઉપયોગ કરવાનું નથી. જે કોઈ સામાન્ય સ્થિતિને માણસ પરિગ્રહ પરિમાણનું વ્રત લેવાની ઈચ્છા બતાવી એમ કહે કે “એક મણ હીરા, બે મણ મેતી, દશ લાખ રૂપીયા, ત્રણ હજારનાં વાસણકુસણ, દશ હજારને ઘરવખરીને સામાન રાખવા માટે પરિગ્રહ પરિમાણનું વ્રત આપે.” તે તે માણસ પરિગ્રહ વ્રતની ઠેકડી કરે છે, અને આવું વ્રત આપનાર, અવિવેકી ગણવાપાત્ર બને છે, કારણ કે એવું વ્રત લેનારને ઉદ્દેશ દેખીતી રીતે પોતાની અમર્યાદ સંગ્રહવૃત્તિને પિષવાનો છે, નહિ કે સમાજમાંની વ્યક્તિઓની વિષમતા ટાળવાને અથવા સંતેષવૃત્તિને સંપાદન કરવાને કે કેળવવાને. ભેગેપગપરિમાણવ્રતને સંબંધ
૧ જે વસ્તુઓ ભેગ તથા ઉપભેગમાં આવે છે તે વસ્તએનું પરિમાણ બાંધવા સાથે છે, તેમ જ
- જે ધંધાઓથી તે વસ્તુઓ ઉત્પન્ન કરાતી હોય તે ધંધાએ કરવા સાથે છે.
જે ધંધામાં બહુ મોટા પ્રમાણમાં હિંસા થવાનો સંભવ છે તેવા “મિલ” વગેરે યાંત્રિક ધંધા અને એવા બીજા ધંધાએના દેવમાંથી મુક્ત થવા માટે તે ધંધાઓ કરવા નહિ કે કરાવવા નહિ એટલું જ બસ નથી, પણ તે ધંધાઓથી ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org