________________
દ્વિતીય ખંડ
: ૧૩૯ : સમુચિત પરિગ્રહમાં સંતેષ, સાદું તથા સંયમિત જીવન અને વ્યાપક બધુભાવના સદ્ગુણેથી સમાજની નૈતિક ભૂમિ જ્યારે ઊંચી બનશે ત્યારે યત્ર-તત્ર પથરાઈ પડેલાં અનીતિ, ચેરી, ઠગાઈ અને શયતાનિયતનાં પાપ આપોઆપ વિખેરાવા માંડશે. દુર્વ્યસનરૂપ ધંધા
જગાર કે સટ્ટો નથી પ્રામાણિક વ્યવસાય કે નથી પારિ. શ્રમિક છે. છળ-બળ ભરેલા એ ધંધાથી બીજા કેટલાય પાયમાલ થાય છે ત્યારે એકને ધન મળે છે. આમ, ઘણુને સંકટમાં નાખી એવા ધંધાથી-વિના શ્રમે બેઠે બેઠે-ધન મેળવવું અને પછી એમાંથી ધર્માથે દાન કરવું એ, જે કે જે ક્ષેત્રમાં પડે તેને તે ઉપકારક થાય, પણ એ દાનના એ દાતાનું પેલા સેંકડે હૈયાં બાળ્યાનું પાપ ધેવાતું હશે ખરું? હા, છેવાયએવું બધું ધન લકેપગી પ્રવૃત્તિઓમાં અર્પણ કરી એવા કલુષિત ધંધા પશ્ચાત્તાપપૂર્વક ભવિષ્યને માટે કરવા છેડી દે તે. અન્યાયપાર્જિત ધનથી૪ અણસમજુ સમાજમાં મળતી પ્રતિષ્ઠા અને વાહવાહનું મૂલ્ય આધ્યાત્મિક દૃષ્ટિએ કશું જ નથી. એવા કારણે મળતી પ્રતિષ્ઠા કે વાહવાહને માટે ગર્વ કરે એ વિશેષ પાપમાં પડવા જેવું છે.
* અન્યાયપાર્જિત ધનનું દાન કેવું છે તે નીચેને પ્રાચીન ગ્લૅક જણાવે છે –
अन्यायोपात्तवित्तस्य दानमत्यन्तदोषकृत् ।
धेनु निहत्य तन्मांसध्वाक्षाणामिव तर्पणम् ॥ અર્થાત-અન્યાયપાર્જિત દ્રવ્યનું દાન અત્યન્ત દોષકારી છે. એ છે? ગાયને હણું તેના માંસવડે કાગડાઓને તર્પણ કરવા સરખું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org