________________
: ૧૩૮ :
જૈન દર્શન વેપારધંધામાં અનીતિ ચલાવવી, કાવાદાવાથી કેઈનું તફડાવવું, ઊંધુચતું સમજાવી કેઈને ઠગવે-છેતર, વિશ્વાસમાં લઈને કેઈને નુકશાનમાં ઉતારે, ચાલાકીથી કેઈનું પડાવવું–બગાડવું, અન્યાયથી [બેટી રીતે ] કેઈને હેરાન કરે, બીનગુન્હેગારને સતાવે એ બધું અપકૃત્ય પાપાચરણ છે.
ચોરીના કામમાં કેઈને પ્રેરણા આપવી, તેમાં સમ્મત થવું, ચેરની ચેરી કરેલી વસ્તુ લેવી, પ્રજાના હિત માટે સરકારે બાંધેલા કાયદા-કાનૂનને ભંગ કરે, ઓછાવત્તા તેલ રાખવા, ઓછુંવત્તું દેવું–લેવું, વસ્તુ સેળભેળ કરી આપવી, અસલી માલને બદલે નકલી વસ્તુ આપવી એ બધું ચેરીરૂપ દુકૃત્ય છે. કેઈ માણસની લાચારીને ગેરલાભ લઈ તેની પાસેથી વધારે પડાવવું, કોઈ માણસ ભૂલથી વધારે આપી ગયે હોય તે રાખી લેવું, એ ચેરી છે. ટૂંકમાં અન્યાયથી, નીતિના ધરણથી વિરુદ્ધ જઈ પારકી વસ્તુ લેવી એ ચોરી છે.
ઉદ્યોગપતિઓ અને શ્રીમંતની સંગ્રહરી અને શેષણ ખેરીના દુષ્પરિણામરૂપે, એને ભુંડા પ્રત્યાઘાતરૂપે ચાઈ, ઠગાઈ, ડકૈતી, ગુંડાઈ જેવાં નિકૃષ્ટ અને અધમ તો પેદા થાય છે અને પ્રચાર પામે છે.
બેકારીથી માણસે ચેરીના રસ્તે જઈ પડે છે. દ્રવ્યલેલુપતાને દુષ્ટ આવેગ માણસને અનીતિ અને પરદ્રોહનાં પાપ કરાવે છે. મેટાઈ મેળવવા અને પોતાની મોટાઈનાં પ્રદર્શન કરવા માણસ ધનલુબ્ધ બની લુચ્ચાઈ-ગાખોરીને રસ્તે લે છે ઉડાઉ, પણનાં અને દુર્બસનેનાં પાપે માણસ ચારી-ઠગાઈના રવાડે ચડે છે. કુછંદ અને બુરી બતથી માણસ મરી અને અનાચાર શીખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org