________________
દ્વિતીય ખંડ
: ૧૩૫ ભંગ થવા દેવે એ પણ મૃષાવાદ છે, અને સાથે સાથે હિંસા પણ છે. મારા ઘરને કચરે કાઢી પાડોશીના ઘર આગળ નાખું, અથવા મારા ઘરમાં નીકળે વીંછી કે પ્લેગને ઉંદર પાડોશીના ઘર આગળ નાખી આવું અને એ રીતે પડોશીને ભયમાં મૂકું કે તકલીફમાં નાખુ એ પણ હિંસા છે.
સત્ય વિષે - જે વસ્તુ જેમ હોય અથવા જેમ બની હોય તેમ કહેવી એ સામાન્ય રીતે સત્ય કહેવાય છે અને હકીકતની દષ્ટિએ એ સત્ય છે, પરંતુ ધાર્મિક દૃષ્ટિએ તે સત્ય ગણાય અથવા ન પણ ગણાય. જે તે હકીકતમાં સત્ય હોય અને સાથે જ કલ્યાણકારી પણ હોય અથવા અકલ્યાણકારી ન હોય તે તે ખરેખર સત્ય છે. પરંતુ જે તે હકીકતમાં સત્ય હોવા છતાં અકલ્યાણકારી હોય તે તે અસત્ય તરીકે ગણાવા પાત્ર છે. કોઈ દુષ્ટ બદમાસ કેઈ સુકુમાર સ્ત્રી પાછળ પડ્યો હોય, અથવા કઈ શિકારી કોઈ મૃગ પાછળ પડ્યો હોય અને તે ક્યાં છુપાયેલ છે એની આપણને ખબર હોય છતાં, એ ગુંડો કે શિકારીના પૂછવા ઉપર એને પત્તો ન બતાવતાં ચૂપ રહીને કે એને આડે રસ્તે દોરીને નિર્દોષને બચાવ કરે એ જ આપણે માટે ધમ્ય ગણાશે. તેફાને ચડેલા ગુંડાઓ મકાનવાળાને પૂછે છે કે મકાનમાં અમુક શખ્સ છે? હવે, મકાનમાં સંતાડેલા યા સ્ત્રીના બુરખામાં છુપાવેલા એ શમ્સને જે તે બતાવી દે તે તરત જ એ નિરપરાધ શમ્સને ઘાણ નીકળી જાય. આવી હાલતમાં તે માણસને તે શમ્સ નથી એમ બેધડક જૂઠું બોલવું પડે છે, અને તેમ બેલિવું તે વખતે કર્તવ્ય અને ધર્મ છે. સત્ય તે હકીકત સત્ય (સાચું) હોય, પણ અહિતકારી હોય તે સત્યની ગણનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org