________________
પ્રાસ્તાવિક બે બેલ મુનિ શ્રી ન્યાયવિજયજીને જૈન દર્શન ઉપર આ ગ્રન્થ બહુ જાણીતું છે. તેની બારમી આવૃત્તિ પ્રકટ થાય છે તે તેની લેકપ્રિયતા અને ઉપગિતા બતાવે છે. ખાસ કરીને, સામાન્ય જન સમાજ માટે તેમ જ વિદ્યાર્થીઓ માટે, જૈન ધર્મ અને જૈન દર્શનનું પ્રાથમિક છતાં અધિકારયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ ગ્રન્થ આવકારદાયક છે.
ભારતીય દર્શનેમાં, જૈન દર્શનનું વિશિષ્ટ સ્થાન છે. આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિને સમન્વય છે. શ્રમણ સંસ્કૃતિ મુખ્યત્વે તપ અને ત્યાગપ્રધાન છે. વૈદિક સંસ્કૃતિમાં નૈતિક મૂલ્ય આધારિત સમાજની સુવ્યવસ્થા છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે કે દર્શનના ક્ષેત્રે મતભેદ હોવા છતાં, આચારના ક્ષેત્રે એકતા છે.
આપણે સામાન્ય રીતે ધર્મ અને દર્શન શબ્દો પર્યાયવાચી માનીએ છીએ અને તે રીતે તેને ઉપયોગ કરીએ છીએ. પણ ખરી રીતે, ધર્મ મુખ્યત્વે આચારને વિષય છે, જીવન જીવવાની કળા છે, જ્યારે દર્શન મુખ્યત્વે જ્ઞાનને વિષય છે, તત્ત્વનું દર્શન છે.
જૈન દર્શનમાં નવ તત્વ કહ્યાં છે, તેમાંના પ્રથમ બે જીવ અને અજીવ એ દર્શનને વિષય છે. જીવ, જગત્ અને ઈશ્વર વિષેનું જ્ઞાન અને તેને પરિણામે સ્વીકૃત માન્યતાઓ, દર્શન છે. આસવ અને તેનું પરિણામ બંધ, કર્મશાસ્ત્રને વિષય છે અને તેમાં મને વિજ્ઞાન શાસ્ત્ર છે. સંવર અને નિર્જર, ચારિત્રને વિષય છે–સાચા અર્થમાં ધર્મ છે, નૈતિક જીવનને પામે છે. તેનું અંતિમ લક્ષ્ય મેક્ષ છે, જે જીવનને ચરમ પુરૂષાર્થ છે. પાપ-પુણ્ય, આસવ, સંવર, નિજેરાનું માત્ર પરિણામ છે. જૈન શાસ્ત્રોનાં નવ તત્વનું નિરૂપણ અતિ વિસ્તારથી જોવા મળે છે.
જૈન ધર્મે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે, જેના દર્શનનું જીવશાસ્ત્ર અદૂભૂત છે. વિજ્ઞાનના સાધને ન હતા ત્યારે, પૃથ્વી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org