________________
જેના દર્શન માટેને અભિપ્રાય જૈન શાસનના પૂર્ણ વફાદાર અને ભારતીય દર્શન શાસ્ત્રનાં અઠંગ અભ્યાસી પૂજ્ય આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પિતાના જીવનમાં સમન્વય દષ્ટિને સાકાર કરેલી હોવાથી તેમના ગ્રંથમાં પણ તે દૃષ્ટિ દેખાઈ આવે છે. તેવી રીતે પૂજ્ય ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજના જીવનમાં આધ્યાત્મિકતાપૂર્વક સમન્વયધર્મ ઓતપ્રેત થયેલ હોવાથી જ તેમના વરદહસ્તે લખાયેલ “જૈન દર્શન ” નામનું પ્રસ્તુત પુસ્તક બારમી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યું છે. આજ સુધી આટલી આવૃત્તિઓને પ્રાપ્ત કરનાર બીજો એકેય ગ્રંથ સાંભળવામાં આવ્યું નથી.
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના માધ્યમથી જૈન તત્ત્વજ્ઞાનને જાણવાનું કામ અઘરું બન્યું છે. ત્યારે આપણી માતૃભાષામાં જ જૈન તત્વજ્ઞાન-દર્શન-કર્મવાદ-સ્યાદ્વાદ-નયવાદ આદિ વિષયને સમજવાનું સરળ બને તે કારણે જ ગ્રંથકારેનો પરિશ્રમ હોય છે, તેમ છતાં બધાંય ગ્રંથકારે યશસ્વી બની શકતા નથી. પ્રસ્તુત પુસ્તકના લેખક સાવ નાની ઉંમરમાં જ શિક્ષિત થઈને દીક્ષિત થયેલા છે. ત્યારે જ “અધ્યાત્મ તત્ત્વાલેક” તથા “ન્યાય કુસુમાંજલી જેવા અધ્યાત્મ અને દર્શન શાસ્ત્રના ગ્રંથેની તેમજ ભલભલા તાર્કિકની જીભને પણ થથરાવી મારે તે “પ્રમાણ પરિભાષા જેવા ઉત્કટ ગ્રંથની પ્રભાવના કરીને યશસ્વી બન્યા છે.
પાટણની હેમચંદ્ર ગ્રંથમાળા ફરી ફરીથી તે પુસ્તકને પ્રકાશિત કરવાને યશ મેળવી રહી છે તે આનંદની વાત છે.
મારી ભૂરિ ભૂરિ અનુમોદના સાથે ગ્રંથ લેખક મારા કાકાગુરૂ શ્રી ન્યાયવિજયજી મ.ને ભાવ વંદના કરતા વિરામ પામું છું. તા. ૯-૫-૧
લી. પંન્યાસ પૂર્ણાન વિજય
(કુમાર શ્રમણ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org