________________
પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ છે એવું દર્શન, અંતરજ્ઞાનની ચરમ કોટિ છે. જૈન દર્શનને બીજે પાયાને સિદ્ધાંત સર્વ જીવથી સમાનતા–આત્મૌપમ્પને છે. અહિંસાને પાયે અનુભવ અને જ્ઞાન બને છે. અનુભવ કહે છે કેઈ જીવને દુઃખ ગમતું નથી. માટે કેઈને દુઃખ થાય એ વિચાર, વાણી કે વતન વર્જ્ય છે. એ જ સાચા સુખને માગે છે, જ્ઞાનની દ્રષ્ટિએ, સત્તાએ કરી, સર્વ જીવ સમાન છે. તેથી, સૂક્ષ્મતમ જીવની હિંસા પણ વર્ષ છે. અંગ્રેજીમાં તેને Unity of Life કહે છે.
જૈન ધર્મ આત્યંતિક કોટિની અહિંસા અને તપશ્ચર્યા સ્વીકાર્ય છે. તેવું આચરણ અતિ કઠિન છે, આ સાધના વિકટ છે. તેથી શ્રમણધર્મ અને ગ્રહસ્થધર્મ એવા વિભાગ કર્યા છે. પણ, ગ્રહસ્થધર્મ અંતે તે સાધુધર્મની પૂર્વભૂમિકા રૂપે જ છે તેથી જેના ધર્મ પ્રધાનતયા વૈયક્તિક મુક્તિ અને નિવૃત્તિલક્ષી રહ્યો છે.
અહિંસાની અધુરી સમજણને કારણે, સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ તેમજ સામાજિક ફરજ અને જવાબદારી પ્રત્યે દુર્લક્ષ થયું છે. ગ્રહસ્થને સાધુધર્મને ઉપદેશ આપ તેમાં, તે ગ્રહસ્થ ધર્મ ચુકે છે અને સાધુધર્મને પાળી શકતું નથી. જૈન સમાજ આ દ્વિધામાં અટવાયા છે.
ગાંધીજીએ અહિંસાને સમાજવ્યાપી સ્વરૂપ આપ્યું અને સામાજિક જીવનને પાયે બનાવી જૈન ધર્મનું આ વિસ્તૃત સ્વરૂપ છે, જગત માટે નવી દિશા છે.
જીવન શુદ્ધિને આધાર અંતે ચિન્તન, મનન અને સ્વાધ્યાય છે. જૈન દર્શન બુદ્ધિગમ્ય છે. તેમાં કેઈ ગૂઢતા કે રહસ્યવાદ નથી. દરેક વ્યક્તિએ પિતે સ્વપુરૂષાર્થથી જાણવાને છે. જૈન દર્શન, કઈ ઈશ્વરને આદેશ કે આજ્ઞા નથી, અપૌરુષેય નથી.
આ પુસ્તક આત્માર્થી અને જિજ્ઞાસુને માર્ગદર્શક થશે. મુનિશ્રીએ સરળ ભાષામાં, છતાં સપ્રમાણ, જૈન ધર્મ અને દર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. તા. ૧૭-૩-૧૯૮૧
ચીમનલાલ ચકુભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org