________________
દ્વિતીય ખંડ
: ૧૩૩ : ખસી જવું અને માત્ર મેઢેથી હિંસાને વિરોધ કરે એ કંઈ અહિંસાનું પાલન નથી. લડી લેવાની હિમ્મત અને શક્તિ હોવા છતાં, એ પ્રસંગે ઉપસ્થિત થતાં જે માણસ પિતાને આવેશ સંયમમાં રાખી હિંસા કરતું નથી તે અહિંસક ગણાવાપાત્ર છે. નાહિમ્મત અને નિર્બળ માણસ અહિંસક હોવાને દાવો કરે તે ખોટો છે, કેમ કે એ માણસમાં હિંમત નથી, સામનો કરવાનું બળ નથી એટલે એ (બાહ્ય) હિંસા કરતે નથી, પરંતુ એ કાયર અને નિબળ હોઈ સામને કરવાનું હિંમતભર્યું કામ કરવાને અશક્ત હોવા છતાંયે એના દુર્બળ મનમાં તે એવા વખતે હિંસા જલતી જ હોય છે, રેષ અને ગુસ્સાને ઉશ્કેરાટ ભભૂકતે હોય છે. નિર્બળ માણસનું નિર્બળ મન “કમજોર ગુસ્સા બહત” એ કહેતી મુજબ નજીવા કારણે હિંસાવૃત્તિથી જ્યારે ત્યારે ઘેરાઈ જાય છે, વાત-વાતમાં એ નિરર્થક આવેશવશ થઈ ભભૂકી ઊઠે છે. અહિંસકતાની સિદ્ધિ માટે સાચી સમજણ ઉપરાંત બળ અને હિમ્મત જોઈએ અને તે માટે શરીરબળ પણ કેળવવું જોઈએ. બળશક્તિની કેટલી કિંમત છે! જુલમખોરે, હુલ્લડખેરે અને દુષ્ટ દુશ્મનના આક્રમણમાં સપડાયેલા લેકેને તે દુષ્ટો સામે મર્દાનગીભર્યો સામનો કરી તેમનાથી બચાવી લેવામાં બળશક્તિને ઉપયોગ કેટલે ઉપયોગી થઈ પડે છે ! ખરેખર, બળ-શક્તિને જેમ સમય પર દુષ્ટથી દુષ્ટતાનું દમન કરવામાં ઉપયેગી થાય છે, તેમ દુષ્ટ દ્વારા પીડાતી જનતાને ઉગારી લેવામાં પણ આશીર્વાદરૂપ બને છે. જનરક્ષારૂપ અહિંસા માટે બળ-શક્તિ કામ આવે છે, તેમ ચિત્તને સ્વસ્થ રાખવારૂપ આંતર અહિંસા માટે પણ એ એટલી જ અગત્યની છે.
અહિંસાને ઉપદેશ આપે છે ક્ષત્રિએ અને તે ઝીલે ક્ષાત્રવૃત્તિના બહાદુર. ખરેખર ઉત્કર્ષ યા ઉ&ાતિ ક્ષાત્રવૃત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org