________________
દ્વિતીય ખંડ
: ૧૩૧ : છે. એ બાબતમાં વિવેક અને ધીરજની જરૂર છે, એકાએક પૂર્વગ્રહ બાંધી લેવામાં જોખમ છે. - સાધુનું જીવન લેકને પિતાના ઉપદેશ અને આચરણથી જેની તેની યેગ્યતા પ્રમાણે ગૃહસ્થ–ધર્મ કે સાધુ ધર્મના ક્ષેત્રમાં માર્ગદર્શક થવાનું છે. ધર્મની બાબતમાં મહત્ત્વની બાબતે કઈ અને ગૌણ બાબતે કઈ એ વિષે એનામાં વિવેક હે આવશ્યક છે. અહિંસા વગેરે પાંચ વ્રતે મુખ્ય મહત્ત્વની બાબતે છે, જ્યારે બાહ્ય ક્રિયાકાંડની પ્રણાલીની બાબતે એટલે દરજજે મહત્વની બાબતે ન ગણાય; છતાં તેમની બાબતમાં “તે જ સર્વસ્વ છે” એવી પ્રરૂપણ કરી સમાજમાં જે સાધુ કે ધર્માચાર્ય કલહ પેદા કરે અને તડાં પાડે તે પિતાના વાસ્તવિક ધમથી યુત થાય છે. સાધુ સમગ્ર સમાજમાં શાંતિ ફેલાય એવી ભાવના અને પ્રવૃત્તિવાળે હોય; પ્રશાંત અને સત્ત્વપૂર્ણ વર્ચસ્વવાળા હોય. દાર્શનિક માન્યતાઓ વિષેની ચર્ચા પણ તેની ગંભીર સૌમ્યભાવથી ભરેલી હાય અને સમવયદષ્ટિથી સુશોભિત હોય, જેથી અશાંતિ કે બખેડો ઉદ્ભવવા ન પામે. ગૃહસ્થાના આચાર
હવે ગૃહસ્થાના આચાર વિષે કહેવાનું પ્રાપ્ત થાય છે. ગૃહસ્થને સહુથી પહેલે સદ્ગુણ એ છે કે એણે પિતાને વ્યવહાર નૈતિક ( ન્યાયયુક્ત) રાખવું જોઈએ. નેકી–સચ્ચાઈ અથવા વ્યવસ્થિત પ્રામાણિકતાના સમુચિત ધારણ પર એને જીવનવ્યવહાર પ્રવર્તમાન રહેવું જોઈએ. આ પ્રસંગે કંઈક વિશેષ અવધન કરી દેવું ઠીક પડશે.
| પહેલી વાત અહિંસા બાબતની અનિવાર્યરૂપે જીવનને વળગેલી હિંસા કર્યા વિના તે આપણે છૂટકે જ નથી. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org