________________
: ૧૩૦ :
જૈન દર્શન તેમાં સંતેષ ધરનારો હોય. સંયમમાં એ સતત જાગ્રતું હોય, શમ-દમની એની સાધના ઉચ્ચ શ્રેણીની હોય અને જ્ઞાનલેકના સાચા પ્રકાશથી પ્રકાશમાન હોય.
ત્યાગી પિતાને માટે ઓછામાં ઓછી–ખાસ જરૂર હોય તેટલી જ-સગવડની અપેક્ષા રાખે છે અને તે પૂરી થતાં તેમાં સંપૂર્ણ સંતોષ તથા સાત્વિક આનંદ અનુભવે છે પરંતુ કદાચ પૂરી ન થાય તે તે ઉદ્વેગ પામતું નથી. અમુક પ્રકારનું ખાનપાન મળે તે ઠીક, અમુક પ્રકારનાં અને બનાવટનાં વસ્ત્ર પહેરવા મળે તે ઠીક, અમુક પ્રકારનું આશ્રયસ્થાન રહેવા મળે તે ઠીક, અથવા અમુક પ્રકારની અન્ય સામગ્રી મળે તે ઠીક-એવા પ્રકારને મેહ તેને હેતે નથી. જે વખતે જે સરળતાથી અને સહજ પ્રાપ્ત થાય તે વખતે તેને સ્વીકાર કરી તે સંતુષ્ટ રહે છે. આવા પ્રકારનો ત્યાગ ખરા વૈરાગ્યમાંથી જન્મેલે હોય છે. વૈરાગ્ય વિનાને ત્યાગ એ ખરે ત્યાગ નહિ, પણ ત્યાગની વિડંબના છે. કારણ કે એવા પ્રસંગે જેને બહારથી ત્યાગ કર્યો હોય તેને મન ઝંખતું હોય છે. વૈરાગ્ય વિના ત્યાગ ઝાઝે ટકી શકતો નથી.
બાહ્યવેષ જ્યારે એક પક્ષે સ્વેચ્છાપૂર્વક સ્વીકૃત સંન્યાસમાર્ગને અનુસરતું જીવન જીવવા તરફ લક્ષ ખેંચે છે, ત્યારે અન્યપક્ષે દેષયુક્ત આંતરિક જીવન છુપાવી દંભ કરવામાં પણ કારણભૂત બને છે. જીવનની સાચી માહિતી મેળવ્યા સિવાય બાહ્યવેષ તરફ ઉપેક્ષાવૃત્તિ રાખવાથી ખરેખરા સંત પુરુષને અનાદર યા અપમાન થઈ જવાનો મોટો ભય રહે છે, તે જ પ્રમાણે કેવળ બાહ્યવેષ ઉપર અંધશ્રદ્ધા રાખવાથી છેતરાવાનો મોટો ભય રહે છે. માટે ખરા નિર્ણય ઉપર આવવા માટે બાાવેષ અને આંતરિક જીવન એ બન્ને ઉપર ધ્યાન પહોંચાડવાની જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org