________________
= ૧૨૮
જૈન દર્શન ભિક્ષા લેવાની છે. ખાસ સાધુને માટે રસોઈ બનાવવી અને તેવી રસોઈ સાધુએ લેવી શાસ્ત્રાનુકૂલ નથી. આમાં એ ઉદ્દેશ સાફ તરી આવે છે કે સાધુસંસ્થા સમાજને બેજારૂપ ન લાગે અને સાધુજનેમાં રસલુબ્ધતા પેદા થવા ન પામે - સાધુને ધર્મ બિકુલ અકિંચન-અપરિગ્રહ રહેવાને છે,
અર્થાત્ સાધુ પૈસા ટકા ન રાખે, દ્રવ્યના સંબંધથી સર્વથા મુક્ત હોય ત્યાં સુધી કે તેનાં ભેજનનાં પાત્રો પણ ધાતુનાં ન હોય, કાષ્ટ, માટી કે તુંબડીનાં પાત્ર સાધુઓના ઉપયોગમાં આવે છે.
વર્ષા–તુમાં સાધુ એક જગ્યાએ રહી જાય. સાધુથી સ્ત્રીને સ્પર્શ સુદ્ધાં ન કરાય.
ટૂંકમાં, સાંસારિક સર્વ પ્રપંચથી નિમુક્ત અને સદા અધ્યાત્મરતિપરાયણ રહેવાને સાધુને ધર્મ છે. આત્મકલ્યાણ
१ " अतेजसानि पात्राणि तस्य स्यूनिव॑णानि च ।
" अलाबु दारुपात्रं च मृन्मयं वैदलं तथा एतानि यतिपात्राणि मनुः स्वायम्भुवोऽब्रवीत् ।।"
–મનુસ્મૃતિ, ૬ ઠ્ઠો અધ્યાય, પ૩, ૫૪, શ્લોક અર્થાત–ધાતુ વગરનાં તથા છિદ્રરહિત પાત્ર સાધુને ખપે. તુંબડી, કાણ, માટી અને વાંસનાં પાત્ર સંન્યાસીઓને માટે મનુએ કહ્યાં છે.
૨ સાધુની વિરક્ત દશાના સંબંધમાં મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયમાં નીચે પ્રમાણે સુંદર ઉપદેશ મળે છે–
" अतिवादांस्तितिक्षेत नावमन्येत कञ्चन । न चेमं देहमाश्रित्य वैरं कुर्वीत केनचित् ॥ ४७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org