________________
દ્વિતીય ખંડ
: ૧૨૭: પર સવારી કરવાને નિષેધ છે. સાધુને પાદવિહાર કરવાનું ફરમાન છે પાણી ગરમ કરેલું પીવાનું ફરમાન છે.
જૈન સાધુને અસિ સળગાવવાને, અગ્નિ તાપવાને કે અગ્નિથી રસોઈ કરવાનો અધિકાર નથી. ભિક્ષા-માધુકરી-વૃત્તિ કરવાનું તેમને ફરમાવવામાં આવ્યું છે. જુદાં જુદાં ઘરથી ઘરવાળાઓને અડચણ કે સંકોચ ન થાય તે પ્રમાણે તેમણે
૧ રસ્તામાં નદી આવે અને એટલામાં બીજે સ્થલ માર્ગ ન હોય તો નાવમાં બેસવાની છૂટ છે.
૨ મહાભારત, મનુસ્મૃતિ વગેરે વૈદિક હિન્દુધર્મના ગ્રન્થમાં પણ સંન્યાસીઓ માટે આ ફરમાન છે.
8 પશ્ચિમની વિદ્યાવાળા ડોકટર ઉષ્ણ કરેલ પાણીને તન્દુરસ્તી માટે ગુણકારક બતાવે છે. પ્લેગ, કેલેરા વગેરે રોગોમાં તેઓ ખૂબ ઊકળી ગયેલું પાણી પીવાનું કહે છે. વૈજ્ઞાનિક વિદ્વાનોની શોધ પ્રમાણે પાણીમાં એવા અનેક સૂક્ષ્મ જીવો હોય છે કે જેઓ આપણી નજરે દેખી શકાતા નથી, કિન્તુ સૂક્ષ્મદર્શક ( Microscope ) યત્નથી જોઈ શકાય છે. પાણીમાં થતા પિરા વગેરે જે પાણી પીવાની સાથે શરીરમાં દાખલ થઈ સખ્ત વ્યાધિને જન્માવે છે. કોઈ સ્થળનું ખરાબ પાણી પણ બરાબર ઉકાળીને પીવામાં આવે તે તે શરીરને નુકશાન કરતું નથી. સાધુ ભ્રમણશીલ હોઈ જુદાં જુદાં સ્થળોનાં જુદાં જુદાં પાણી એમને પીવાનાં હેય, એથી એમને માટે ઉષ્ણ ( ઊકળી ગયેલ) પાણીનું વિધાન એમના આરોગ્યના હિતની વાત ગણાય. ४ अनग्निरनिकेतः स्याद् ।। ८३ ।।
(મનુસ્મૃતિ, ૬ઠ્ઠો અધ્યાય ५ चरेन्माधुकरीवृत्तिमपि म्लेच्छकुलादपि ।
(અવિસ્મૃતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org