________________
: ૧૨૬ :
જેને દર્શન જીવનનિર્વાહનું સાધન હાઈ સુખસગવડમાં ઉપયોગી છે, પણ તે ન્યાયપાર્જિત હય, પિતાની કે કુટુંબની ઉચિત જરૂરીઆતમાં ખર્ચાતું હોય અને વધારાનું પરોપકારમા વપરાતું હોય, આટલી ઉપયોગિતા સિવાય તેને વધુ પ્રતિષ્ઠા આપવી અસ્થાને છે, અધ્યાત્મદષ્ટિએ તે એ છે જ છે. જીવનવિકાસની સાધના કે ધર્મની ઉપાસના પરિગ્રહ સાથે નહિ, પણ અપરિગ્રહ કે પરિગ્રહ પરિમાણ સાથે સંબંધ રાખે છે. માત્ર ધનને પુણ્યની નિશાની ન સમજવી જોઈએ. અન્યાઓ ધન દુર્ભાગીપણાનું સૂચક છે. પુણ્યાઈનું સૂચક અને સુખદાયક ધન ન્યાઓ ધન છે. ધની કરતાં સદ્ગુણીનું સ્થાન કેટલુંય ઊંચું છે એ દષ્ટિ સંસ્કાર સમાજમાં ફેલાય એ જરૂરનું છે. પરિમિત પરિગ્રહના સુસંસ્કાર સમાજવ્યાપી થતાં સુખ–શાન્તિ અને નૈતિક પ્રભા સમાજની ખિલી ઊઠવાની.
હવે, આચારવ્યવહારની શુદ્ધિ આવશ્યક હોઈ એ બાબતમાં પણ જરા નજર કરી આ બીજા ખંડને પૂરે કરીએ.
જૈન આચાર સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મનું સામાન્ય પ્રકારે દિગ્દર્શન પહેલાં થઈ ગયું છે, તથાપી અહીં આચારના સંબંધમાં કેટલીક વિશેષ બાબતે બેંધાશે. પ્રથમ સાધુધર્મને લગતા આચારે ટૂંકમાં જોઈએ.
સાધુઓનો આચાર
જૈન આચારશામાં સાધુને રેલ, મોટર, એરોપ્લેન, સાયકલ, ટ્રામ, એક્કા, ગાડી, ઘોડા, ઊંટ વગેરે કઈ પણ વાહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org