________________
દ્વિતીય ખંડ
: ૧૨૫ : પિતાને પરચા બતાવે છે, એ પણ ખ્યાલમાં રાખવા
ગ્ય છે.
“પુણ્ય-પાપની આ વિવેચનાના પ્રસંગે સુખ અને તેને અંગે ધનની બાબતમાં સ્પષ્ટતા કરવી ઠીક છે. ધનની પ્રચુરતાથી સુખ માપી શકાય નહિ. એ માપણું ખટી માપણું છે. ધનને અતિ સંગ્રહ પાપ છે, એટલું જ નહિ, એ ઘણી દુઃખદાયક ચિન્તાઓ ઊભી કરી ચિત્તની શાન્તિને હરી લે છે, માટે એને સુખની ભાષામાં શી રીતે ગણી શકાય? માણસને શારીરિક જરૂરીઆતે પૂરી પડે અને નિવાસસ્થાન મળે અને તે ન્યાયમાર્ગથી, અને તેમાં તેને સંતેષ રહે તેમ જ ન્યાયમાગે જરૂરીઆત કરતાં વધુ પ્રાપ્ત થતાં સેવા કે પરોપકાર કરવાની વૃત્તિ રહે તે તે સુખ ગણાય. કેમકે એથી એ ચિત્તની શાન્તિને ન ગુમાવતાં મનથી આનન્દને અનુભવ કરે છે. બેશક, ધન
* સરથમપુજાનાં મવ તે આ પ્રકારનું વચન યોગશાસ્ત્રના બીજા પ્રકાશના ૩૦મા શ્લેક ઉપરની કથામાં હેમચન્દ્રાચાર્ય મગધેશ્વર શ્રેણિક રાજાના પુત્રરત્ન “અભયકુમારના મુખથી કહેવરાવે છે. જેમ ઉગ્ર પાપનું તેમ ઉગ્ર પુણ્યનું ફળ પણ આ જન્મમાં મળી શકે. "ज जेण कय कम्म अन्नभवे इह भवे अ सत्तेणं ।।
त तेण वेइअव्वं निमित्तमित्त परो होइ ॥" આ શાસ્ત્રગાથા કહે છે કે બાંધેલું કર્મ ભેગવવું પડે છે–ચાહે તે અન્ય ભવમાં બાંધેલું હોય કે આ ભવમાં બાંધેલું હોય. તે કર્મની વેદનાનો પ્રયજક પ્રાણી તે નિમિત્ત માત્ર છે.
આ ઉલ્લેખ ઉપરથી આ ભવનું કર્મ પણ આ ભવમાં ઉદયમાં આવી શકે છે એમ જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org