________________
: ૧૨૪ :
જૈન દર્શન
આવે તેનું નામ “પાપાનુબંધી પુણ્ય”. પૂર્વજન્મના જે પાપનાં ફળ ભેગવતાં નવાં પાપ બાંધવામાં આવે તેનું નામ “પાપાનુબધી પાપ.”
સંસારમાં જે મનુષ્ય–જે નરનારીઓ સુખી છે અને ધર્મે જીવન જીવે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યવાળા સમજવા. જેઓને સુખ સામગ્રી સાંપડી છે અને પાપાચરણમાં મસ્ત રહે છે, તેઓ પાપાનુબન્ધી પુણ્યવાળા છે. જેઓ દરિદ્રતાદિને લીધે દુિઃખી હાલતમાં છે, છતાં પુણ્ય-પથ પર વિહરે છે, તેઓ પુણ્યાનુબન્ધી પાપવાળા જાણવા. અને જેઓ દરિદ્ર-દુઃખી હવા છતાં પાપાચરણી છે તેઓ પાપાનુબન્ધી પાપવાળા છે.
વિશ્વાસઘાત, હત્યા, લૂટફાટ, મારફાડ, ચેરી, દગાખરી અને ગુડાશાહીના બળે માલદાર બની બંગલા બંધાવી એશાઆરામ ભેગવતા કેટલાક મનુષ્યને જોઈ કેટલાક ટૂંકી નજરના માણસે કહે છે કે “જુઓ ! ભાઈ! ધમને ઘેર ધાડ છે! પાપ કરનારા કેવી મોજ મારે છે! હવે ક્યાં રહ્યું ધર્મ-કર્મ!” પરંતુ આ કથન અજ્ઞાનપૂર્ણ છે તે ઉપરની કર્મ સંબંધી હકીક્ત વિચારતાં સમજી શકાય છે. આ જિંદગીમાં અનેકાનેક પાપ કરવા સાથે પૂર્વના પુણ્યબળની ચમક હોય ત્યાં સુધી સુખ પણ ભેગવી શકાય છે. પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રકૃતિનું રાજ્ય કંઈ પિપાબાઈનું રાજ્ય નથી કે તે બધું પાપ નિષ્ફળ જ હવામાં ઊડી જાય! પ્રકૃતિનું સામ્રાજ્ય સુનિયમિત છે. તેનાં સૂક્ષ્મ તત્તે અકળ–અગમ છે. મેહના અંધારામાં ગોથાં મારતે પ્રાણું ગમે તેવી કલ્પનાઓ બાંધી નિર્ભય રહેવા માંગે, પણ એ નિશ્ચય છે કે પ્રકૃતિના અટલ શાસનમાંથી કઈ ગુનેહગાર છૂટ્યો નથી, છૂટતું નથી અને છૂટશે નહિ. આ જિંદગીનાં ઉગ્ર પાપ આ જિંદગીમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org