________________
દ્વિતીય ખંડ
: ૧૨૩ : ટૂંકમાં, પૂર્વજન્મના જે પુણ્યનાં (મીઠાં ફળ ભેગવતાં નવું પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ “પુણ્યાનુબંધી પુણ્ય’. પૂર્વજન્મના જે પાપના (માઠા) ફળ ભેગવતાં શાન્તિ, સમતા, પશ્ચાત્તાપ અને સત્કર્મ દ્વારા પુણ્ય ઉપાર્જન થાય તેનું નામ
પુણ્યાનુબન્ધી પાપ”. પૂર્વ જન્મના જે પુણ્યનાં ફળને ભેગવતાં મદમસ્ત થઈને નવાં નવાં પાપ ઉપાર્જન કરવામાં (રહેવા ) જાય તે પ્રમાણે પ્રાણ મહાપાપના યોગે ખરાબ ભવમાંથી વધારે ખરાબ ભવમાં જાય છે.
આ અધર્માચરણ તે પૂર્વજન્મોપાર્જિત પાપનાં દરિયાદિદુઃખરૂપ ફળ ભોગવતી વખતનું. એ પાપ (પાદિય) પાપાનુબધી પાપ. કેમકે એ પાપાચરણથી સંયુક્ત છે.
गेहाद् गेहान्तर कश्चिदशुभादितरन्नरः । याति यद्वत् सुधर्मेण तद्वदेव भवाद् भवम् ।। ४ ।।
–જેમ કોઈ માણસ ખરાબ ઘરમાંથી સારા ઘરમાં (રહેવા) જાય, તે પ્રમાણે પ્રાણુ સધર્મના પ્રભાવે ખરાબ ભવમાંથી સારા ભાવમાં જાય છે.
આ સધર્માચરણ તે પૂર્વજન્મપતિ પાપનાં દારિદ્રત્યાદિદુઃખરૂપ ફળ ભોગવતી વખતનું. એ પાપ (પાપોદય) પુણ્યાનુબંધી પાપ. કેમકે એ સધર્માચરણથી (પુણ્યાચરણથી) સંયુકત છે.
આ ચાર શ્લેકો પછી પાંચમા શ્લોકમાં આચાર્ય મહારાજ જણાવે છે કે, માણસે પુણ્યાનુબધી (પવિત્ર) પુણ્ય આચરવું, જેથી અક્ષય સકલ સમ્પત્તિ પમાય. પછી છઠ્ઠા શ્લેકમાં કહે છે કે-રાગાદિ સંકલેશેથી રહિત એવું ચિત્ત-રત્ન એ પ્રાણીનું આન્તરિક ધન છે. એ ધન જેવું લુંટાય છે તે અનેક વિપત્તિઓથી ઘેરાય છે. એ પછી આઠમા શ્લેકમાં જણાવે છે કે ભૂતદયા, સદાચારિત્વ અને સમભાવ યા શમભાવ એ પુણ્યાનુબંધી પુણ્યને મેળવવાનો માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org