________________
: ૧૨૦ :
જૈન દર્શન
અને સુખી, ૨. દુરાચરણ અને સુખી, ૩. સદાચરણી અને દુઃખી, ૪. દુરાચરણ અને દુઃખી. આ ચારે પ્રકારના મનુષ્ય દુનિયાની સપાટી ઉપર આપણું જોવામાં આવે છે. આવી વિચિત્ર સ્થિતિ હોવામાં પુણ્ય-પાપની વિચિત્રતા કારણભૂત છે એ સ્પષ્ટ છે; અને એથી આ ચાર પ્રકારના મનુષ્યોને લઈને પુણ્ય અને પાપના સામાન્યતઃ બબ્બે પ્રકારે બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે–
૧. પુણ્યાનુબન્ધી પુણ્ય, પાપાનુબન્ધી પુણ્ય, ૩. પુણ્યાનું બધી પાપ, ૪. પાપાનુબધી પાપ. પુણ્યાનુબંધી પુણ્ય
જન્માન્તરના જે પુણ્યના ઉદયથી સુખ જોગવતાં છતાં ધર્મસાધનમાં અભિરુચિ રહ્યા કરે, પુણ્યનાં કાર્યો કરવામાં પ્રદ ઊપજે અને સદાચારી જીવન જીવાય એવા પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય” કહેવામાં આવે છે. કેમકે આ પુણ્ય (પુણ્યોદય) વર્તમાન જિન્દગીમાં સુખ આપવાની સાથે સાથે જીવનને પુણ્યશાલી બનાવવામાં પણ અનુકૂલ હોય છે. “પુણ્યનું અનુબધી એટલે પરલેકસાધક પુણ્યસાધના સાથે સંબંધ ધરાવનાર (ભાવી સારા પરલેક માટેની પુણ્યક્રિયામાં બાધક ન થનાર, અનુકૂલ રહેનાર) જે પુણ્ય [ પુણ્યદય તે પુણ્યાનુબધી પુણ્ય છે. આ પવિત્ર પુણ્ય છે. પાપાનુબન્ધી પુણ્ય
જન્માન્તરના જે પુણ્યના ઉદયથી સુખ મળે, પણ સાથે જ પાપાસક્તિ રહે એવા પુણ્યને “પાપાનુબન્ધી પુણ્ય' કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org