________________
દ્વિતીય ખંડ
: ૧૧૫ : જેન-જૈનેતર દષ્ટિએ આત્મા
અધ્યાત્મને વિષય એ આત્માને વિષય છે, એટલે એમ આત્મસ્વરૂપની મીમાંસા મુખ્યપણે જ હોય. જુદી જુદી દષ્ટિએ આત્મસ્વરૂપને વિચાર કરવાથી તે સંબંધી શંકાએ ટળી જાય છે અને આત્માની સાચી ઓળખાણ થવાથી તેના ઉપર અધ્યાત્મને પાયે માંડી શકાય છે. જો કે આ વિષય અતિ વિસ્તૃત છે, છતાં તે સંબંધી એકાદ બે બાબતે ઉપર ટૂંક અવલોકન કરી લઈએ.
પ્રથમતઃ કેટલાક દર્શનકારે આત્માને કેવળ શરીરમાં જ સ્થિત નહિ માનતાં વ્યાપક [ શરીરની બહાર પણ-સર્વવ્યાપક] માને છે. અર્થાત્ પ્રત્યેક શરીરને પ્રત્યેક આત્મા આખા જગને વ્યાપ્ત કરી રહેલ છે એમ એઓને અતિપ્રાય છે. એ સિવાય એમ પણ એઓનું માનવું છે કે જ્ઞાન એ આત્માનું અસલ [ પિતાનું વાસ્તવિક સ્વરૂપ નથી; કિન્તુ શરીર, ઇન્દ્રિય અને મનના સંબંધથી આગન્તુક [ ઉત્પન્ન થનારે ] એ આત્માને અવાસ્તવિક ધર્મ છે.
આ બને સિદ્ધાંતેમાં જૈન દર્શનકારે જુદા પડે છે. પહેલી બાબતના સંબંધમાં એઓ પ્રત્યેક શરીરના જુદા જુદા આત્માને માત્ર તે તે શરીરમાં જ વ્યાપી રહેલા માને છે. તેઓને અભિપ્રાય એ છે કે જ્ઞાન, ઇચ્છા વગેરે ગુણે ફક્ત શરીરમાં જ અનુભવાતા હોવાથી તે ગુણેનો માલિક આત્મા પણ માત્ર શરીરમાં જ હવે ઘટે છે.*
* નિયાયિક, વૈશેષિક અને સાંખ્યદર્શનવાળા.
* જે વસ્તુના ગુણે જ્યાં દેખાતા હોય, તે વરતુ ત્યાં જ હોવી ઘટે. ઘટનું રૂપ જ્યાં દેખાતું હોય ત્યાં જ ઘટ હોવાનું ઘટી શકે છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org