________________
: ૧૧૬ :
જૈન દર્શન બીજી બાબતના સંબંધમાં, જ્ઞાન એ આત્માને વાસ્તવિક ધર્મ છે--આત્માનું અસલ સ્વરૂપ છે–આત્મા સ્વભાવે જ્ઞાનમય છે એમ જૈનદર્શનનું મન્તવ્ય છે. અત એવ એ માન્યતા મુજબ શરીર, ઇન્દ્રિય અને મનને સંબંધ છૂટ્યા પછીની મુક્ત અવસ્થામાં પણ આમાનું પિતાનું સ્વભાવસિદ્ધ જ્ઞાનસ્વરૂપ અવસ્થિત હોય છે, અર્થાત્ આત્મા પિતાના સાચા સ્વરૂપે જ્ઞાનમય હોવાથી મુક્ત અવસ્થામાં તેનું નિરાવરણ જ્ઞાન પૂર્ણ રૂપે પ્રકાશે છે, જ્યારે જ્ઞાનને આત્માને અસલ વાસ્તવિક] ધર્મ નહિ માનનારાઓના મતે મુક્તિ-અવસ્થામાં આત્મા જ્ઞાનશૂન્ય માને પડે છે. ભૂમિભાગ પર ઘટનું રૂપ દેખાતું હોય તે ભૂમિભાગ સિવાય બીજી જગ્યાએ તે રૂપવાળો ઘટ હોવો કેમ બની શકે ? આ પ્રમાણે હેમચન્દ્રાચાર્ય પિતાની કાત્રિશિકામાં
" यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवनिष्प्रतिपक्षमेतत् "
એ શબ્દોથી જણાવી આત્માના લાગણું, સમજ, ઈચ્છા વગેરે ગુણે શરીરમાં અનુભવાતા હોવાથી તે ગુણોનો સ્વામી આત્મા પણ શરીરમાં જ-શરીરથી બહાર નહિ–રહેલે સિદ્ધ થાય છે એમ સમર્થન કરે છે.
ક વાદળામાં સપડાયેલા સૂર્યને ઝળહળતો પ્રકાશ પણ વાદળામાંથી ઝાખે નીકળે છે, અને એજ ઝખ પ્રકાશ અનેક છિદ્રવાળો પડદો લગાવેલા કે આવરણવાળા ઘરમાં અધિક ઝાંખું પડે છે, પણ એથી સૂર્ય જળહળતા પ્રકાશવાળો નથી એમ કહી શકાય નહિ. એવી રીતે આત્માને જ્ઞાનપ્રકાશ કે વાસ્તવિક સચ્ચિદાનન્દ પણ શરીર-ઈન્દ્રિયમનના બંધનથી કે કસમૂહના આવરણથી પૂર્ણ રૂપે ન અનુભવાયઝાંખે અનુભવાય વિકારમુક્ત અનુભવાય એ બનવા જોગ છે, પરંતુ એથી એમ ન કહી શકાય કે જ્ઞાન આત્માનું અસલ સ્વરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org