________________
દ્વિતીય ખંડ
: ૧૧૩ : ક્રિયા-પ્રવૃત્તિ રાગદ્વેષરહિતપણે હોય તે તે કર્મબન્ધક થતી નથી. કેવલી ભગવાન સંસારી માણસની જેમ હરે ફરે છે, બેલે છે, અન્યાન્ય કાર્યપ્રવૃત્તિ કરે છે છતાં તેમને [ સાતવેદનીય કર્મને ક્ષણિક બન્ધ ગણતરીમાં ન હાઈ] કમબન્ધ થતું નથી, કેમકે તેઓ વીતરાગ છે. જે ખરે વીતરાગ હોય તે વિશ્વવત્સલ હોય-જગમિત્ર હોય–બધા પ્રાણીઓ પ્રત્યે તેનું વીતરાગ વાત્સલ્ય વહ્યા કરતું હોય. કેવલી એવા હોય એ નિકિય નથી હોતા, ઉજજવળ પ્રવૃત્તિપરાયણ હોય છે. વિશ્વહિતની તેમની પ્રવૃત્તિ વીતરાગપણે (નિષ્કષાય વત્સલભાવે) હોઈ કર્મબન્ધક થતી નથી.
જે કે અનાસક્ત અથવા વીતરાગભાવે વિશુદ્ધ વાત્સલ્યપ્રેરિત કાર્યો બજાવવું એ બહુ ઊંચી સ્થિતિ છે એ વાત ખરી, અને સાધારણ વિકાસ સુધી પહોંચેલાઓને પણ એ ભૂમિકા દુર્ગમ જણાય એ પણ સાચું, તે પણ દુર્ગમ આદર્શને સુગમ કરવાની દિશામાં ધીરે ધીરે પણ કેશિશ કરવી જ રહી.
શુભ કર્મ બંધાવા પાછળ જે શુભ વૃત્તિ-પ્રવૃત્તિ હોય છે તેમાં રાગ વળગેલું હોય છે અને રાગને પ્રતિપક્ષી છેષ પણ પ્રાયઃ (અન્ય પક્ષે) આવે સંભવે, રાગનું આવરણ હોય ત્યાં સ્વાર્થ, પક્ષપાત, અન્યના હિત પ્રત્યે ઉપેક્ષા એવું એવું કસ્તર
ડું ઘણું પ્રાયઃ વળગેલું હોય, જેથી એ કર્મબન્ધક થાય અને તે એના સ્વભાવ અનુસાર,
આમ છતાં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સ્વપરહિતનાં સત્કાર્ય કરવા પાછળ શુભાગરૂપ શુભ “આસવ હોય તે એ પણ આત્માને હિતાવહ છે. સદૂભાવસમ્પન્ન સત્કાર્યોથી બંધાનારું સપુષ્યરૂપ કર્મ કલ્યાણસાધનાનાં સાધન મેળવી આપનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org