________________
: ૧૦૮:
જૈન દર્શન તે એક પ્રકારની ધૂર્તવિદ્યા ગણાય એકત્વભાવના આવી સ્વાર્થોધતા માટે નથી, પણ સ્વાવલંબી તેમ જ એગ્ય બનવા માટે છે; અને અસહાય હાલતમાં દુઃખાત્ત ન થતાં, પ્રત્યેક પ્રાણી એકલે છે એમ સમજી આત્મબળને ફેરવી સમાધાન મેળવવા માટે છે, ધર્મ ધારણ કરવા માટે છે. બીજી રીતે જોઈએ તે “એકત્વ” એટલે એકતા-ઐક્ય, અર્થાત્ માનવસમૂહનું પરસ્પર મૈત્રીપૂત સંગઠન. આના મહત્ત્વપૂર્ણ બળે જગમાં સુખશાન્તિ પ્રવર્તાવા સાથે આધ્યાત્મિક કુશલ પણ સધાઈ શકે છે. આ પ્રકારની ભાવના તે એકત્વભાવના.
(૫) અન્યત્વ. હું શરીરથી ભિન્ન છું એવી અન્યત્વભાવનાથી શારીરિક સુખ-દુઃખ આપણને ક્ષુબ્ધ કરી શકતાં નથી. પ્રાયઃ શારીરિક સુખ-દુઃખના વિચારમાં જ માણસની બધી શક્તિ નષ્ટ થાય છે. “હું કેણુ?” એ સમજાય તે એ પવિત્ર જ્ઞાનના અજવાળામાં માણસ શરીરના મેહમાં પડે નહિ, પડતે અટકી જાય, પડવાનું બંધ કરી દે, ઇન્દ્રિયને દાસ બને નહિ અને એ રીતે એ બધાના બખેડાઓથી નીપજતારાં દુખેથી બચી જાય; અને “હું”ના સમ્યફ અનુભવના વિકાસમાં જેમ જેમ એ પ્રગતિ કરતું જાય, તેમ તેમ સાચા સુખની અનુભૂતિ એની ખિલતી જાય. સુખ ભૌતિક સાધન પર જ અવલંબિત નથી, એના ઊગમનું ખરું સ્થાન આત્મા છે, ચિત્ત છે, જેનું નિર્મલીકરણ જેટલું જેટલું થતું જાય છે, તેટલું સ્વાચ્ય અને સુખ-શાતિ ઉચ્ચ શ્રેણીનાં પ્રગટતાં જાય છે.
(૬) અશુચિ. શરીરની અશુચિતાને વિચાર કર એ અશુચિ -ભાવના છે. આથી બે લાભ છે; એક એ કે એથી કુળજાતિને મદ અને છૂતાછૂતને ઢગ દૂર થાય છે. અશુચિ ભાવના બતાવે છે કે શરીર સરખી અશુચિ વસ્તુમાં શુચિતા અને અશુચિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org