________________
દ્વિતીય ખડ
: ૧૦૭ :
નથી, છતાં આવી હાલતમાં ધે આપણે પરસ્પર અન્યાય કરી અને એકલપેટા અની એકબીજા તરફ બેદરકારી રાખી દુઃખામાં જે વધારા કરીએ છીએ તે શુ કીક છે? ધ્યાનમાં લેવાની જરૂર છે કે સ'સારમાં ઘણાં દુ:ખા તે આપણા પેાતાના દાષાથી આપણે ઉપજાવીએ છીએ અને વધારીએ છીએ, માણસાઇના સગુણાને ખિલવી અને મૈત્રીભાવને વ્યાપકરૂપે પ્રગટાવીને સંસારમાં ખની શકે તેટલું દુઃખ નષ્ટ કરવા આપણે કોશિશ કરવી જોઇએ. એ જ આ ભાવનાના મુદ્દો છે.
( ૪ ) એકત્વ, માણસ એકલા જ જન્મે છે, એકલા જ મરે છે. હરેક હાલતમાં એને કોઇ સાથી નથી-એ પ્રકારનુ’ વિચારવું એ એકવ–ભાવના છે. સ્વાવલંબન અને અનાસક્તિને પોષવામાં આ ભાવના ઉપયેગી છે. પરન્તુ દુનિયા જે સહુયેગ ઉપર ટકેલી છે તેનું આ ભાવનાથી 'ડન થતું નથી એ ધ્યાનમાં રાખવુ જોઇએ. મતલબ એ છે કે જેમ આપણે પેાતાની ભલાઈ માટે ખીજાએની સહાયતા ચાહીએ છીએ, તેમ બીજા પણ પેાતાની ભલાઈ માટે આપણી સહાયતા ચાહે છે એ ઉઘાડું છે. બીજાની ભલાઈ કરવાની યેાગ્યતા જેટલી આપણામાં હશે એના જ ઉપર એ વાતના આધાર છે કે આપણે બીજા પાસેથી લાભ ઊઠાવી શકીએ. નાનાવિધ સમધાના લાભ ઉઠાવ વામાં માણસની પેાતાની યાગ્યતા જ એને કામ આવવાની. શ્રી એકમાત્ર યેાગ્યતાને વરે છે. એટલે Deserve, then desire. અર્થાત્ પાતે ચેાગ્ય બનવું એ એકત્વભાવનાના મુદ્દો છે. આ જ એકત્વ અર્થાત્ એકતત્ત્વ ખપ લાગે છે–અનેક સહુયાગ, અનેક મૈત્રી અને અનેક સેવાના લાભ માટે. એકત્વના અર્થ એ નથી કે વ્યક્ત યા અવ્યક્ત રૂપે દુનિયાથી તે આપણે લાભ ઊઠાવ્યા કરીએ, અને એના મત્લા ચુકાવવાના વખતે કહેતા ક્રીએ કે હું' કોઈના નથી, મારુ કોઈ નથી, સ`સાર જૂઠે છે”. આ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org