________________
દ્વિતીય ખંડ
: ૧૦૫ : ગણાય. પરહિતના કાર્યમાં યથાશક્તિ પ્રવૃત્તિશીલ થઈએ તે જ અનિત્ય-ભાવના સાચી રીતે પરિણમી ગણાય. કેમકે “અનિત્ય” સમજીને “નિત્ય” ને પામવાના ઉમેદવારે સ્વપરહિતસાધનના સન્માર્ગે ચાલવું જ રહ્યું.
સુખપભેગની ભૌતિક વસ્તુઓ અનિત્ય હોય તેમ જ દુઃખમિશ્રિત હોય તેમ છતાં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તેવી જીવનપગી વસ્તુઓ મેળવવી એ આવશ્યક થઈ પડે છે અને તે વિના ચાલી શકતું નથી એ સ્પષ્ટ છે. અતઃ એ વસ્તુઓ ન્યાયથી મેળવવી જોઈએ અને એને ઉપગ આસક્તિ વિના કરે જોઈએ એવો ઉપદેશ આપવાનો આ ભાવનાને ઉદ્દેશ છે. આપઘાત કરવાનું તે નિષિદ્ધ જ છે.
(૨) અશરણ “હું રાજા છું, મહારાજા છું, જનતાને કે જગને રક્ષક છું, હું મોટો શ્રીમંત છું, શેઠ છું, બળ વાન છું, મારું સહાયકમંડળ, મારો અનુયાયિવગ' વિશાળ છે, મારું કોઈ શું કરી શકે તેમ છે?” આ જાતને અહંકાર માણસમાં ન આવે એ માટે “અશરણ ભાવના છે. માણસને આવી જાતને મદ કે ઘમંડ બેટો છે, કેમકે એ મૃત્યુના અનિવાર્ય પંજામાંથી બચી શકતું નથી, તેમ જ બીજા કેઈને બચાવી શકતો નથી. કારમાં રોગોનાં દુઃખ એને એકલાને સહન કરવા પડે છે, એ વખતે એના દુઃખને કેઈ, કેઈ પ્રિયતમ પણ હળવું કરી શકતું નથી. આ અશરણુતા ઓછી છે? આ ભાવનાને ઉપગ અહંકારને ત્યાગ કરવામાં કરવાનું છે. દયા અને પરોપકારનાં સત્કર્મ છેડી નિપટ સ્વાર્થી બની જવું એ અશરણભાવના નથી. જો કે આપણે અસાધ્ય સ્થિતિમાં બીજાને રક્ષી શક્તા નથી, તે પણ રક્ષા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરી સહાનુભૂતિ તો બતાવી શકીએ છીએ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org