________________
દ્વિતીય ખંડ
: ૧૦૩ ? ચેતનશક્તિ સામે ભૌતિક વિજ્ઞાનના ચમત્કારે કંઈ હિસાબમાં નથી. જડવાદને ઉત્કર્ષ અને એથી પ્રાપ્ત થતી ઉન્નતિ સાપાય, સપરિતાપ, સભય અને વિનશ્વર છે પરંતુ વિશુદ્ધ આત્મશક્તિને પ્રકાશ એ કલ્યાણભૂત પ્રકાશ અને નિર્મળ આનંદને ઝરો છે. એ અખંડ અને અક્ષય સુખ છે. આધ્યાત્મિક યાત્રા જ એને મેળવવા માગે છે. વિદ્યા કે વિજ્ઞાન ધર્મસમ્પન્ન હતાં જ સુખ અને અભ્યદય સજે છે, ધર્મવિરુદ્ધ હોતાં દુઃખરૂપ અને અનર્થકારક નીવડે છે.
ભાવના :
મેહ-મમત્વને નરમ પાડવામાં ભાવનાઓનું બળ સારું કામ કરે છે, એમ હમણાં જ કહેવામાં આવ્યું છે. જેને ગ્રંથમાં એ વિષયમાં બાર ભાવના–જેમને “અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે–ઉપદેશવામાં આવી છે.
(૧) અનિત્ય. બધું નાશવંત છે એમ વિચારવું એ અનિત્ય-ભાવના છે. અનાસક્તિ માટે આ ભાવના બહુ સારી છે. “ દુનિયાની જે ચીજો માટે આપણે અન્યાય કરીએ છીએ તે સાથે આવવાની નથી; આ જીવન પણ ક્ષણભંગુર છે; તે પછી એ માટે અન્યાય કે અધર્મનું આચરણ કરવું છેટું છે. પ્રકૃતિ ઉપર આપણે કદાચ કેટલેક અંશે જય મેળવી શકીએ, બીજા માણસે કે રાષ્ટ્રમંડળ ઉપર પણ પ્રભુત્વ જમાવી શકીએ, કિન્તુ મેત ઉપર જિત નથી મેળવી શકતા. મેત આપણા વિજયેને છીનવી લે છે. જિંદગી ચાર દિવસનું ચાંદરાણું છે, એને પાપાચરણેથી કાળુ શું કામ બનાવીએ? કાળું બનાવીએ તે “ફિર અંધેરી રાત!” “શરીર એક દહાડે માટીમાં મળી જવાનું છે, પછી એને બીજાના માથા પર શું કામ નચાવીએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org