________________
: ૧૦૨ :
જૈન દર્શન સત્યનિષ્ઠા પહેલી જોઈએ, જોઈએ દઢનિશ્ચય, અને પ્રયત્ન; એ યોગસાધનને પ્રાથમિક અને અત્યાવશ્યક માર્ગ છે. ભગવત્ સ્મરણ તથા સકર્મશીલતા,
મોક્ષની સાધના નવાં આવતાં કર્મોને અટકાવવા અને પૂર્વનાં બંધાયેલાં કર્મો ક્ષીણ કરવાં એ બે જ ક્રિયાઓ પર અવલંબિત છે, જેમાં પહેલીને “સંવર” અને બીજીને “નિર્જર” નામ આપેલું પાછળ જોઈ ગયા છીએ. આ બન્ને ઉપાયની સિદ્ધિ માટે સદ્દવિચારણ, સદાચરણ, શમ, સંયમ, તપ, ત્યાગ અને આધ્યાત્મિક સ્વાધ્યાય તેમ જ દેષાસ્પદ સંગથી દૂર રહેવું એ જ અધ્યાત્મશાસ્ત્રવર્ણિત સાધનપ્રણાલી છે.
આત્મામાં અનન્ત શક્તિઓ છે. અધ્યાત્મના પ્રબલ માર્ગે તે ખિલવી શકાય છે. આવરણે દૂર થવાથી આત્માની જે શાક્તિઓ પ્રગટે છે તે વર્ણવી શકાય તેમ નથી. આત્માની
5 સ્વામી શંકરાચાર્યને પણ સાધનગ્ન સ્તોત્રમાં એ જ ઉલ્લેખ છે કે – प्राक्कर्म विलाप्यतां चितिबलान्नाप्यूत्तरः श्लिष्यतां प्रारब्धं स्विह भुज्यतामथ परब्रह्मात्मना स्थीयताम् ॥ ५॥
અર્થાત પૂર્વબદ્ધ કર્મોને જ્ઞાનશક્તિથી નષ્ટ કરે, નવા કર્મબન્ધાથી ન જેડાએ, તેમ જ પ્રારબ્ધ (ઉદયરાગત) કર્મોને (સમભાવે) ભગવો, અને એ રસ્તે પરબ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરો.
જૈનદર્શનમાં કર્મની બધ્યમાન, સત્ અને ઉદયમાન એમ ત્રણ અવસ્થાઓ માનવામાં આવી છે. જેમને ક્રમશઃ બબ્ધ, સત્તા અને ઉદય કહેવામાં આવે છે. જૈનેતર દર્શનમાં બધ્યમાન કર્મને “ક્રિયમાણ,” સકર્મ(સત્તાગત કર્મ)ને “સચિત” અને ઉદયમાન કર્મને
પ્રારબ્ધ” કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org