________________
દ્વિતીય ખંડ
• ૧૦૧ મેહવિદારણકાર્યમાં અખંડ ધૈર્ય રાખી પૂર્ણ સાવધાન રહેવાનું છે એમ શાસ્ત્રકારે ઉપદેશે છે. વીતરાગતાના ચરમ શિખરે જ્યારે એ પહોંચે છે ત્યારે પૂર્ણ કૃતાર્થ (કૃતકૃચ) થાય છે, ત્યારે એ આત્મામાં પરમાત્મભાવનું પૂર્ણ પ્રકટન થાય છે. આ ઉત્તીર્ણ આત્મા એ જ ભગવાન કે પરમાત્મા. શરીર હોય ત્યાં સુધી એ સાકાર પરમાત્મા, પછી નિરાકાર.
આત્મા કલ્યાણસાધન વિષે મૂઢ બુદ્ધિવાળે હોય ત્યારે “બહિરાત્મા’, અન્તર્દષ્ટિવાળે થાય ત્યારે “અતરાત્મા” અને નિરાવરણ દશાએ પહોંચી પૂર્ણ પ્રકાશ બને ત્યારે પરમાત્મા કહેવાય છે.
બહિરાત્મા, ભદ્રઆત્મા, અન્તસભા, સદાત્મા, મહાત્મા, ગાત્મા અને પરમાત્મા એ પ્રમાણે પણ આત્માને વિકાસ ક્રમ બતાવી શકાય છે.
યોગશ્ચિત્તવૃત્તિનિરો: ” એ મહાત્મા પતંજલિને એમના સંબંધમાં પ્રથમ સૂત્રપાત છે. ચિત્તવૃત્તિનિરોધ એટલે જ્યાં ત્યાં ભટકતી ચિત્તવૃત્તિઓને કુશલ ભાવનામાં જોડવી, શુભચિંતનમાં વ્યાપૃત કરવી એને વેગ કહેવામાં આવે છે. જેને આ અથે પ્રથમ આવશ્યક પાઠ તરીકે સમજવા યંગ્ય અને અભ્યસનીય છે.
ચિત્તવૃત્તિનું શુભપણું જેમ જેમ ખિલતું જાય છે તેમ તેમ તેનું શુદ્ધત્વ અને ઐય સધાવા માંડે છે, પરિણામે એકાગ્રતાની ભૂમિ પર એ આવી શકે છે. મલિન વિચારોને ઊઠવા ન દેતાં સદ્દવિચારમાં જ ચિત્તને અખંડ રમતું રાખવા માટે
સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે ત્યારે. સદાચરણસન્ન મચારિત્રની મહાન ભૂમિકાને પામેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org