________________
દ્વિતીય ખંડ અનાદિ?” “અનાદિ હોય તે તેને ઉછેદ કેવી રીતે થાય?” કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?” “કર્મના ભેદાનભેદ કેવી રીતે છે? “કર્મના બધ, ઉદય અને સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે?” “ આત્મા કઈ હાલતમાં છે?” એ પેતાની મૂળ સ્થિતિને પામી શકે કે નહિ ?” “પામી શકે તે કેવી રીતે ?” આ બધી બાબતેની વિચારણું અધ્યાત્મના વિષયમાં સારી પેઠે પથરાયેલી હોય છે.
એ સિવાય, અધ્યાત્મના વિષયમાં મુખ્યતયા સંસારની (ભવચક્ર ) નિસ્સારતા અને નિર્ગુણતાને, રાગ-દ્વેષ-મહિના દેશે ભવચક્રના ફેરા કરવા પડે છે, એની કલેશરૂપતાને હૂબહૂ ચિતાર આપવામાં આવે છે. જુદી જુદી રીતે ભાવનાએ સમજાવી મેહ-મમતાને દબાવવા તરફ અધ્યાત્મશાસ્ત્રનું પ્રધાન લક્ષ્ય હોય છે અને એ જ લક્ષ્ય તરફ એને સકલ ઉપદેશ પૂર્ણ બળથી વહે છે.
દુરાગ્રહને ત્યાગ, અદ્વેષભાવ, તત્ત્વશુશ્રષા, સાતસમાગમ, સપુરુષની પ્રતિપત્તિ, તરવશ્રવણ, કલ્યાણભાવના, મિથ્યાષ્ટિના નિરાસ, સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ, ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયને નાશ, ઇન્દ્રિયને સંયમ, મન:શુદ્ધિ, મમતાને ત્યાગ, સમતાને પ્રાદુર્ભાવ, ચિત્તની સ્થિરતા, આત્મસ્વરૂપ રમણતા, ધ્યાનને પ્રવાહ, સમાધિને આવિભવ, મેહાદિ આવરણને ક્ષય અને છેવટે કેવલજ્ઞાન તથા મોક્ષની પ્રાપ્તિ, એ રીતે મૂલથી લઈને ક્રમશઃ થતી આમેન્નતિ અધ્યાત્મશાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે.
અધ્યાત્મ કહે કે “ગ” કહે એક જ વાત છે.
ગ” શબ્દ “જોડવું” એ અર્થવાળા ગુણ ધાતુથી બનેલે છે. કલ્યાણકારક ધર્મસાધના અથવા મુક્તિસાધન વ્યાપાર, જે મુક્તિ સાથે જોડનાર હોવાથી “ગ” કહેવાય છે, તે અધ્યમિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org