________________
દ્વિતીય ખંડ મેળવીએ કે મેળવવા શ્રમ કરીએ, તેમ જ ભૌતિક વિલાસની આકાંક્ષા ન રાખતાં માનસિક સુખની સંભાળ રાખવાનું દૃષ્ટિબિન્દુ ધારણ કરીએ. સારાંશ એ છે કે આત્માનું અથવા નિર્દોષ જીવનની પ્રસન્નતાનું સુખ એ જ સાચું સુખ છે–ચાહે માણસ ગરીબ હોય કે પૈસાદાર શહેરમાં વસનારે હોય કે ગામડામાં *
તત્ત્વવેત્તા મિલ્ટન કહે છે :
* “ A mind can make heaven of hell and hell of heaven. અર્થાત–મન નરકને સ્વર્ગ અને સ્વર્ગને નરક બનાવી શકે છે.
" we may be unhappy even while sitting on a mountain of gold and happy even without a pie in our pocket. I think that true happiness comes when we are neither rich nor poor, but just able to meet our requirements and reasonable comforts of life. The struggle of existence kills the joy of life. Easy life makes life dull, and inactive. 1 think true happiness consists in working for needs but never in becoming greedy."
અર્થાત એ સંભવિત છે કે આપણે સુવર્ણના પર્વત ઉપર બેસીને પણ સુખી ન થઈ શકીએ, દુઃખી થઈએ, અને આપણા ખિસ્સામાં એક પાઈ પણ ન હોય તેવે વખતે પણ સુખી હોઈ શકીએ. હું ધારું છું કે ખરૂં સુખ નથી ધની અવસ્થામાં કે નથી ગરીબ હાલતમાં, પણ આપણી જરૂરીઆતો અને વાજબી સુખ–આરામ મેળવવા માટે ઠીક ઠીક સમર્થ થવામાં છે. જીવનની ધાંધલ જીવનના આનંદને મારી નાખે છે અને આરામતલબ જીવન જીવનને આળસુ-જડ અને અકર્મણ્ય બનાવે છે. હું ધારું છું કે સાચું સુખ જરૂરીઆત માટે કામ, ક્રમ કરવામાં સમાયું છે, પણ લેભી થવામાં નહિ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org